કોરોના માં શૈક્ષણિક કાર્ય ને ખુબજ અસર થઈ છે ત્યારે આજે ગુજરાતમાં તાજેતરમાં લેવાયેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાનું 43.37% ટકા જાહેર થયું છે. રાજ્યમાં અલગ-અલગ જિલ્લાઓમાં લેવાયેલી આ પરીક્ષામાં 122245 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. જેમાથી 103649 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે 44948 પરીક્ષાર્થીઓ પ્રમાણ પત્ર મેળવવાને પાત્ર થયા છે. આ વર્ષ પરીક્ષાર્થીઓને 20 ટકા પાસિંગ ધોરણનો લાભ આપવામાં આવ્યો છે.
