લોકડાઉન દરમ્યાન જેલ માંથી કેદીઓ ભાગવા ના ચાલુ રહેલા બનાવો માં ધ્રાંગધ્રાની સબ જેલમાંથી મોડી રાતે પાંચ જેટલા કેદીઓ ફિલ્મી ઢબે ફરાર થઈ જતા સુરેન્દ્રનગર જિલ્લા નું પોલીસ તંત્ર દોડતું થઇ ગયુ છે. ઘટના બાદ સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી દેવામાં આવી છે. જિલ્લા SOG, LCB, ધ્રાંગધ્રા જિલ્લા પોલીસે ફરાર કેદીઓ ને ઝબ્બે કરવા પેટ્રોલિંગ સધન બનાવ્યું છે.
વિગતો મુજબ અહીંની જેલનાબેરેક નંબર 3માં રહેલા કેદીઓ પ્લાસ્ટિકની છત તોડી ફરાર થઈ ગયા હતા જેમાં દસાડા પોલીસ સ્ટેશનના હત્યાના ગુનાના ચાર સગાભાઈ આરોપીઓ અને સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો ચોરીનો એક આરોપી પ્લાસ્ટિકની છત તોડી અને દીવાલ પર ચાદર બાંધી ધાબા પરથી નીચે ઉતરી ફરાર થઈ ગયા હતા જેમાં એક આરોપી છત પરથી ભાગવા જતા નીચે પડી ગયો હતો. જેથી કેદીઓ જાગી ગયા હતા અને થાળી ખખડાવી જેલ સ્ટાફને જાણ કરતા બનાવ ની હકીકત બહાર આવતા ધાગધ્રા પોલીસ સ્થળ ઉપર દોડી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી છે.
ફરાર થઇ ગયેલાઆરોપીઓ માં
નાનાજી દેવીપૂજક,સંતુ દેવીપૂજક, સવજી દેવીપૂજક,ધરમ દેવીપૂજક અને પ્રકાશ ઉર્ફે કલ્લુ દેવીપ્રસાદ નો સમાવેશ થાય છે. આ ઘટના ને પગલે અહીંના સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ છે.
