રાજ્યમાં ભારે ચકચાર જગાવનાર નકલી PSI મયુર તડવી મુદ્દે પોલીસ વિભાગ સામે અનેક સવાલો ઉભા કરી દીધા છે અને આ ગંભીર મામલો મીડિયામાં લાવનાર વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ પણ ભારે ચર્ચામાં આવ્યા છે તેઓએ સબંધિત વિભાગની પોલ ખોલી નાખતા સબંધિતો દોડતા થઈ ગયા છે ત્યારે હવે જે રીતે વાત સામે આવી રહી છે તેમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પાસે આ માહિતી કેવી રીતે આવી? તે અંગે તપાસ થશે, યુવરાજ સિંહ પાસે પહોંચેલી માહિતીની પણ તપાસ કરવામાં આવશે.
યુવરાજસિંહને માહિતી કોણે પહોંચાડી તેની પણ તપાસ થશે.
યુવરાજસિંહે તપાસને નુકશાન પહોંચાડવાનો એકેડમીનો આરોપ છે.
યુવરાજસિંહ જાડેજાએ મીડિયા સમક્ષ પરપોટો ફોડી નાખ્યો હતો અને જાહેરમાં પુરાવા સાથે કહ્યું હતું કે, મયુરકુમાર તડવી નામનો યુવાન હાલ કરાઇ ખાતે ટ્રેનિંગ લઈ રહ્યો છે અને
PSI અને ASI રિઝલ્ટમાં અને મુખ્ય પરીક્ષામાં પણ મયુરકુમાર તડવી કોઈ ઉલ્લેખ નથીતો પણ મયુર તડવી કરાઇ ખાતે ટ્રેનિંગ કઈ રીતે લઈ રહ્યા છે? તે અંગે મીડિયામાં ધડાકો કરતા ભારે હોહા મચી ગઇ હતી અને નકલી પીએસઆઈ મયુર તડવીની ધરપકડ કરવામાં આવી હતી.
જોકે,હવે એકેડેમી દ્વારા આ માહિતી યુવરાજ સિંહ પાસે કેવી રીતે પહોંચી તે મામલે તપાસ કરવાની વાત સામે આવતા આ મુદ્દો વધુ ગાજયો છે.