ગુજરાત માં આપ અને ભાજપ વચ્ચે મુખ્ય જંગનું ચિત્ર ઉપસી રહ્યું છે ત્યારે હવે કોંગ્રેસે પણ પ્રચારની શરૂઆત કરી દીધી છે અને હાલ ચાલી રહેલા
નવરાત્રિ પર્વમાં પ્રિયંકા ગાંધી ગુજરાતની મુલાકાતે આવનાર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
ગુજરાતમાં પ્રિયંકા ગાંધી પાવાગઢમાં મહાકાળી માતાનાં દર્શન કરીને રોડ શો કરશે તેમજ અમદાવાદમાં ગરબામાં હાજરી આપશે તેમ સૂત્રોએ ઉમેર્યું હતું. હાલ તેઓ કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’માં વ્યસ્ત છે.ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં જે રીતે પ્રિયંકા ગાંધીએ પ્રચાર કર્યો હતો એ જ પદ્ધતિથી ગુજરાતમાં પણ પ્રચાર કરવામાં આવે એ પ્રકારનું આયોજન કોંગ્રેસ કરી રહ્યું છે.
આ મહિનો પૂર્ણ થતાંજ ઓક્ટોબર માસમાં કોંગ્રેસ દ્વારા ચૂંટણીઢંઢેરો જાહેર કરવામાં આવે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.