આ વર્ષે નવરાત્રી પર્વમાં વરસાદ પડવાની આગાહીએ અયોજકોની ચિંતા વધારી દીધી છે કારણ કે લાખ્ખો રૂપિયાના આયોજનો થાય અને જો વરસાદ પડે તો ગરબા રમી શકાય નહીં અને ખર્ચો માથે પડી શકે.
અગાઉ 2019ના વર્ષમાં ભારે વરસાદે ત્રીજા નોરતે જ અમદાવાદ સહિત અનેક જગ્યાએ વરસાદ પડતા નવરાત્રીના આયોજન રદ કરવા પડ્યા હતા ત્યારબાદ 2020 અને 2021માં કોરોનામાં નવરાત્રી થઈ શકી નહીં અને હવે ચાલુ વર્ષે વરસાદ પડવાની આગાહી વચ્ચે મોટા આયોજકો મુંઝવણમાં છે કે શું કરવું ? કારણ કે વરસાદ પડતો ખેલૈયાઓ રમી શકે નહીં તેની સીધી અસર ટીકીટ વેચાણ ઉપર થાય.
હવામાન વિભાગના ગુજરાતમાં ચોમાસું હજી પૂરું થયું નથી અને મોન્સૂન વિડ્રોઅલ, એટલે કે ચોમાસું પૂર્ણ થવાની તારીખો લંબાઈને હવે 11-13 ઓક્ટોબર થઈ શકે છે. આ સ્થિતિમાં વરસાદ પડી શકે છે.
આ વર્ષે ચોમાસું 15 દિવસ મોડું હતું અને ચોમાસાનો પ્રારંભ જ 1 જુલાઈ પછી થયો હતો.
આ કારણથી પાછોતરો વરસાદ પણ 15 દિવસ લંબાઈ શકે છે. આ કારણથી નવરાત્રિમાં આ વર્ષે પણ વરસાદ જોવા મળી શકે છે.
જોકે,ગુજરાતમાં મોન્સૂન એક્ટિવ છે એ સિસ્ટમ પૂર્ણ થતાં ચાર-પાંચ દિવસ લાગી શકે. ત્યાર બાદ કોઈ નવી સિસ્ટમ ડેવલપ થાય છે કે કેમ અને સપ્ટેમ્બરના અંત તથા ઓક્ટોબરના આરંભમાં વરસાદ પડી શકે કે કેમ એનો ખ્યાલ અઠવાડિયા પછી જ આવી શકે તેમ હોવાનું હવામાન વિભાગના સુત્રોનું કહેવું છે.