નવરાત્રી પર્વમાં રેલવેમાં મુસાફરી કરનારા ઉપવાસી મુસાફરોને હવે ફરાળી વાનગીઓ મળી રહે તેવી સુવિધા કરવામાં આવી છે.
હાલમાં નવરાત્રી પર્વ ચાલી રહ્યા છે ત્યારે ઉપવાસી પ્રવાસીઓને ફરાળી ભોજન મળી રહે તે માટે રેલવેએ સુવિધા શરૂ કરી છે.
રેલવેમાં મુસાફરી કરનાર લોકો જમણમાં ફરાળની વાનગી મેળવી શકશે.રેલવે દ્વારા આઇઆરસીટીસીની મદદથી રૂા.99 થી લઈને રૂા.250 સુધીની વિવિધ વાનગીની થાળીઓ તૈયાર કરાઈ છે. રેલવે દ્વારા જણાવ્યા મુજબ જે સ્ટેશન પર વેન્ડર દ્વારા આ સુવિધા માટે તૈયારી દર્શાવવામાં આવી હશે ત્યાં જ આ સુવિધા મળશે. જોકે મોટાભાગના વેન્ડરોએ આ સુવિધા મોટા સ્ટેશન પર આપવાનું જણાવ્યું છે આ વાનગીઓમાં નીચે મુજબની ફરાળી વાનગીનો સમાવેશ થાય છે.
–ફળ, રાજગરાની પૂરી અને દહીં રૂ.99
–પરોઠા, બટાકાની સૂકી ભાજી અને સાબુ- દાણાની ખીર રૂ.99
–4 પરોઠા, 3 શાક, સાબુ-દાણાની ખીચડી રૂ.199
–પનીરના પરોઠા, વ્રત મસાલા શીંગોડા અને બટાકાના પરોઠા રૂ.250માં મળી રહેશે.
જોકે,ઈ-કેટરિંગમાં ઓપ્શન આવશે
ઈ-કેટરિંગમાં ફરાળ બુકિંગ કરાવવાનું ઓપ્શન આવશે અને પેન્ટ્રીમાં આ સુવિધા શરૂ કરવામાં આવી નથી પરંતુ મોટા સ્ટેશનો પર તમામ વેન્ડરો દ્વારા આ સુવિધા આપવામાં આવશે.
આમ,હવે નવરાત્રી પર્વમાં ઉપવાસ કરનાર વ્રત ધારકો ને ફરાળી વાનગી મળી રહેશે.