મહિલાઓ જે જગ્યા એ નોકરી કરે તે જગ્યા એ તેને કેવી કેવી મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે તેતો નોકરી કરતી દરેક મહિલા ને ખબર છે કારણ કે પુરુસ ઘરડો થઈ જાય તોય તેને મજબુર સ્ત્રી વિલાસ નું સાધન સમજે છે અને તેનો ઉપભોગ કરતો રહે છે આવોજ એક ચોકવનારો કિસ્સો નવસારી માં બન્યો છે જ્યાં એક યુવાન નર્સ ને સિવિલ માં નોકરી કરવા મજબૂરીવશ ઘરડા સિનિયરો સાથે સૂવું પડતું હોય તેણે આ બુઢીયા હવસખોરો થી ત્રાસી જઇ આત્મહત્યા કરી લીધી હોવાની હકીકત પ્રકાશ માં આવતા આ ફિલ્ડ માં યુવતીઓ નું શોષણ થતું હોવાની ચોંકાવનારી વાત સામે આવી છે.
નવસારી સિવિલ હોસ્પિટલમાં છેલ્લાં પાંચ વર્ષથી ફરજ બજાવતી યુવાન નર્સ મેઘા આચાર્ય એ પોતાના ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઇ છે. તેણીએ લખેલી પાંચ પાનાની સ્યુસાઇડ નોટમાં સિવિલની જ હેડ નર્સ દ્વારા સિનિયર સાથે શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરાતી હોવાનો સ્યુસાઈટ નોટ માં ઉલ્લેખ કરાયો છે જે પોલીસે કબજે કરીને તપાસ શરૂ કરી છે.
મેઘા આચાર્યના લગ્ન દોઢ વર્ષ અગાઉ ધરમપુર ખાતે રહેતા અંકીત ખંભાતી સાથે થયા હતાં.
નવસારી સિવિલ હોસ્પિટલમાં તેની જોબ હોય માતા સાથે વિજલપોરમાં મુનલાઇટ એપાર્ટમેન્ટના ફલેટ નંબર 101માં ભાડેથી રહેતી હતી. ગુરુવારે સવારના ત્રણ કલાકે તેણીના માતા સવારે લઘુશંકા માટે ઉઠી ત્યારે પુત્રી મેધા પંખા સાથે દુપટ્ટો બાંધેલી હાલતમાં લટકતી જોવા મળતા માતા એ બૂમાબૂમ કરતા પાડોશીઓ દોડી આવ્યા હતા. ત્યારબાદ વિજલપોર પોલીસને જાણ કરાઈ હતી. બનાવના પગલે ઘટના સ્થળે પહોંચીલે પોલીસે તપાસ કરતા મેઘાના રૂમમાં બેડ પરથી પાંચ પાનાની સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં મેઘા દ્વારા લખાયેલા અંતિમ શબ્દો મુજબ સિવિલ હોસ્પિટલમાં હેડ નર્સ તરીકે ફરજ બજાવતી તારા ગામીત અને વનીતા પટેલ દ્વારા ભારે ત્રાસ અપાતો હતો અને મોટી ઉંમરના સિનિયર જોડે શારીરિક સંબંધ બાંધવા પણ દબાણ કરાતું હતી જે વાત તેણે ડેથ ડેક્લેરેશનમાં લખી છે અને આ બાબતોના કારણે કંટાળી જઈ આત્મહત્યા કરી રહી હોવાની વાત સાફ શબ્દોમાં સ્યુસાઈડ નોટમાં ટાંકી હતી. આ ઉપરાંત મારા સાસરિયાઓને પણ અંતિમવિધિમાં હાજર રાખશો નહીં તેવું પણ જણાવ્યું હતું. આમ હોસ્પિટલમાં યુવાન નર્સ સાથે સિનિયરો દ્વારા ચાલતા આવા પ્રકારના શોષણ ની ઘટના ઘણું બધું કહી જાય છે.
