નવા વર્ષ માં હવે જીઓ પોતાના ગ્રાહકોને સૌથી મોટી ભેટ આપવા જઇ રહ્યું છે,જિયોએ જાહેર કર્યું છે કે, 1 જાન્યુઆરી 2021થી તમામ નેટવર્ક પર લોકલ વોઈસ કોલ્સ ફ્રી થઈ જશે. થોડા મહિનાઓ પહેલાં રિલાયન્સ જિયોના જિયોથી અન્ય નંબર પર લોકલ કોલ્સ માટે પૈસા લેવાની શરૂઆત કરી હતી. અને તેના માટે અનેક પ્લાન પણ લોન્ચ કરવામાં આવ્યા હતા.
ટેલિકોમ ઓપરેટર રિલાયન્સ Jioએ કહ્યું છે કે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)એ આપેલ સૂચના અનુસાર 1 જાન્યુઆરી 2021થી IUC ચાર્જીસ કાઢી નાખવામાં આવશે.
આનો સીધો અર્થ એ થાય છે કે IUC ચાર્જ કાઢી નાખવાથી Jio ફરી એક વખત ડોમેસ્ટિક કોલ્સની સેવા બિલકુલ મફત આપશે. કંપનીએ પોતે આ નિવેદનને કન્ફર્મ કર્યું છે.
Jioએ કહ્યું છે કે તેઓ એક ડિજિટલ સોસાયટી બનાવવા માંગે છે જ્યાં તમામ સેવાઓ સારી ઇન્ટરનેટ સ્પીડ સાથે ઇન્ટરકનેક્ટેડ હોય. તેઓ ગ્રાહકોને ટેક્નોલોજી ઇનોવેશન વડે સારામાં સારી સર્વિસ આપવા માંગે છે.આમ નવા વર્ષ થી હવે ફ્રી કોલ થઈ જશે.
