દર વર્ષે નાતાલ અને થર્ટી ફસ્ટ નજીક આવતા જ ક્રિસમસની તૈયારીઓ એક મહિના અગાઉ શરુ થઈ જતી હતી. પરંતુ કોરોના ની મહામારી એ તહેવારો ની ઉજવણી ફિક્કી કરી નાખી છે , હાલ કોરોનાએ કારણે માર્કેટ ઠંડુ પડી ગયું છે. માર્કેટમાં દર વર્ષે ક્રિસમસ ટ્રીની ડિમાન્ડ ઘણી રહેતી હતી કારણ કે પાર્ટીમાં પણ આર્ટિફિશ્યલ ક્રિસ્મસ ટ્રીને ડેકોરેશનમાં લેવાતી હતી પરંતુ
આ વખતે નહિવત વેચાણ થયું છે કોરોનાના કારણે નજીક રહેતાં ખ્રિસ્તી સમુદાયના લોકોએ પ્રેયર માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન નજીકના ચર્ચમાં કરાવ્યું છે, મિડ નાઈટ પ્રેયરમાં પણ ફેરફાર કરાયો છે. કેટલાક ચર્ચમાં સાંજે ૭ વાગે પ્રેયર રાખી છે તો કેટલાક સવારે સોશ્યલ ડિસ્ટસિંગ સાથે કરશેે.૫૦ -૬૦ લોકો બેસી શકે તેવી એરેન્જમેન્ટ કરાશે. પ્રેયરનું ઓનલાઈન સ્ટ્રીમિંગ કરવામાં જેથી લોકો ઘરેથી જાેડાઈ શકશે. આમ નાતાલ માં પણ કોરોના ની ઇફેક્ટ જોવા મળી રહી છે.
