ગુજરાત હાઈકોર્ટે બળાત્કારના ગુનામાં સુરત ના લાજપોર જેલમાં બંધ નારાયણ સાંઈને બીમાર માતા ને મળવા માટે 14 દિવસના ફર્લો જામીન મંજૂર કર્યા છે.
ડિસેમ્બર 2013માં હરિયાણાથી બળાત્કારના કેસમાં નારાયણ સાંઈની ધરપકડ થયા બાદ તે જેલ માં છે. સુરતની લાજપોર જેલમાંથી બહાર આવતાની સાથે જ નારાયણ સાંઈને જાપ્તા સાથે અમદાવાદ લઈને પોલીસ રવાના થઈ હતી.
જમીન મળતાં નારાયણ સાઈ એ આ માટે નામદાર કોર્ટ નો આભાર માન્યો હતો.
સુરતની મહિલા પર દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા આરોપી નારાયણ સાંઇ ને ગુજરાત હાઈકોર્ટે 5000 હજાર રૂપિયાનો પર્સનલ બોન્ડ જેલ સત્તાધીશો સમક્ષ જમા કરાવવાનો આદેશ પણ કર્યો હતો.
