હવામાન વિભાગ દ્વારા થયેલી ‘નિસર્ગ’ વાવાઝોડાની આગાહી ના પગલે મહારાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના 159 ગામો પ્રભાવિત થવાની શક્યતા ને પગલે તંત્ર એલર્ટ મોડ પર છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના 4 જિલ્લાના 109 ગામ પ્રભાવિત થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અને સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલીના 50 ગામો પ્રભાવિત થવાની આશંકા છે. વાવાઝોડાની લો લાઈન એરિયામાં આવતા 159 ગામનો સર્વે હાથ ધરાયો છે. જે તે જિલ્લા કલેક્ટરને પ્રભાવિત ગામમાં સ્થળાંતર કરવાની જવાબદારી સોંપી દેવામાં આવી છે, જેમાં લો લાઈન એરિયામાં નવસારીના 42 ,સુરતના 40, વલસાડ 23, ભરૂચ 4, ભાવનગરના 33, અમરેલીના 17 ગામોનો સમાવેશ થાય છે.
અરબી સમુદ્રમાં લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થઇ આગામી 12 કલાકમાં ફરી ડિપ્રેશન સક્રિય થશે. જે ડીપ વાવાઝોડું બનશે, જે દક્ષિણ ગુજરાતના દરિયા કિનારા તરફ ધીમે ધીમે આગળ વધશે. હાલ સુરતના દરિયા કિનારાથી 920 કિલોમીટર ડિપ્રેશન દૂર છે. આમ આવનારા વાવાઝોડા ને પગલે સ્થિતિ ને પહોંચી વળવા માત્ર રાજ્ય સરકારે સંભવિત અસરગ્રસ્ત વિસ્તાર ના વહીવટી તંત્ર ને સજાગ રહેવા સૂચના આપી દેવામાં આવી છે.
