દેશભરમાં હાલ નુપુર શર્માના નિવેદન મુદ્દે ભારે હોબાળો મચેલો છે ત્યારે કરણી સેના દ્વારા નુપૂર શર્માને જાહેર મંચ ઉપર થી સમર્થન આપતા મુસ્લિમ સંગઠન અને ઓલ ઇન્ડિયા મજલીસ એ ઉત્તેહાદુલ મુસ્લિમીન દ્વારા તેનો વિરોધ કરી પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકને આ અંગે રજૂઆત કરતા પોલીસે ગુનો નોંધ્યો છે.
ભુજના હિલ ગાર્ડન ખાતે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા એકતા મહારેલી અને મહાસભાનું આયોજનનો કરવામાં આવતા મોટી સંખ્યામાં રાજપૂત ક્ષત્રિય સમાજના લોકો આ રેલીમાં હાજર હતા ત્યારે સભામાં સંગઠનના પ્રવક્તા મેહુલસિંહ દ્વારા જાહેર મંચ પર નિવેદન કર્યું હતું કે નુપુર શર્માએ કંઈ ખોટું નથી કહ્યું અને કરણી સેના તેમને સમર્થન આપે છે આ નિવેદન જ્યારે સામે આવ્યું ત્યારે બીજી તરફ કચ્છમાં આવેલા અસદુદ્દીન ઓવૈસીની સભા પણ હતી પરિણામે આ વિવાદિત ટીપ્પણી થતાં માહોલ ગરમાયો હતો. કચ્છી મુસ્લિમ હિતરક્ષક સમિતિ અને ઓલ ઇન્ડિયા મજલીસ એ ઉત્તેહાદુલ મુસ્લિમીન દ્વારા પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકને આ મુદ્દે રજૂઆત કરવામાં આવતા પોલીસે મેહુલસિંહ વિરુદ્ધ 153A અંતર્ગત શાંતિભંગનો ગુનો દાખલ કરતા મામલો ગરમાયો હતો.
આમ,નુપુર શર્માને સમર્થન આપવા જતા તેઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.