ગુજરાતમાં ચુંટણીઓ અગાઉ નેતા લોકો એ ઉપાડો લીધો હતો અને ખુરશી માટે કોરોના પણ ભૂલી ગયા અને ગાઈડલાઈન માત્ર જનતા પૂરતી રહી ગઈ ત્યારબાદ સમયાંતરે છૂટછાટો વધી અને તહેવારો માં તો હદ થઈ ગઈ અને હવે સીધાજ 1000 ઉપર કેસ આવવા મંડ્યા ત્યારે અમદાવાદ,વડોદરા, રાજકોટ ,સુરત માં કરફ્યૂ નાખી કઈક કર્યા ની વાતો અને ચર્ચા ચાલુ થઇ પણ એવું કેમ બન્યું કે કોરોના એટલી હદે સ્પ્રેડ થયો કે સરકારે હવે ફરફ્યુ લગાવવા નો વારો આવ્યો છે દૈનિક 1000 ઉપર સરેરાશ કેસ નોંધાતા સરકાર સફાળી જાગી અને હવે કરફ્યૂ લગાવી નિયમો લગાવી દીધા છે પણ કોરોના નો વિસ્ફોટ કેમ થયો તે પણ વિચારવું પડે તેમ છે આવી ગંભીર પરિસ્થિતિમાં પણ ગુજરાતમાં પેટાચૂંટણીઓ યોજવા સરકારે કઈ વિચાર ન કર્યો. દિવાળીના તહેવારોમાં બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી, મંદિરો અને પ્રવાસન સ્થળ પર લોકો ઉમટી પડી રહ્યા હતા, તે દરમિયાન કોરોનાને કાબુમાં લેવા સરકારે કોઈ પ્લાનિંગ ના કર્યું તે સમયે મીડિયા અને સોશિયલ મીડિયામાં નેતાઓ તથા પ્રજાની ભીડના કારણે કોરોના વિસ્ફોટ થવાનો ભય સતત વ્યક્ત કરવામાં આવ્યો હતો. છતાં સરકારે કોઈ પગલાં લીધા ન હતા અને હવે એકાએક કર્ફ્યૂ લાદી દઈને સરકાર કોરોના કાબુમાં લેવા માટે કાર્યવાહી કરી રહી છે. સરકારે વિકટ પરિસ્થિતિમાં પણ બધું જ ખુલ્લું મૂકી દઈ ખતરનાક સ્થિતિ ઉભી કરી હોવાનું જણાય રહ્યું છે.
અત્રે નોંધનીય છે કે તહેવારો પર બજારોમાં અને ચૂંટણી સમયે સભાઓમાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. સરકારે નિયમો બનાવ્યા પરંતુ સરકારે જ તેની અમલવારીમાં ઉદાસીનતા બતાવી છે તે વાત જગ જાહેર છે.
ત્યારે હવે કોરોનાના વધતા કેસો માટે જવાબદાર કોણ? તે સવાલ ઉભો થાય છે, ઈલેક્શન અને દિવાળી બાદ કોરોના ઝડપથી સ્પ્રેડ થઈ ચૂક્યો છે અને રાજ્યમાં શરૂઆત માજ 8 દિવસમાં જ 8 હજારથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે, અને 45 લોકોના મોત થયા છે ત્યારે કોરોના ની આ સ્થિતિ માટે જવાબદાર કોણ તે વાત નેતાઓ એ મનોમંથન કરવું પડશે. બીજી તરફ જનતા એ પણ માસ્ક ફરજિયાત પહેરી સહકાર આપવો જ પડશે અને બાકીના નિયમો પાળવા પડે તોજ આ મહામારી માંથી રાહત મળશે, શિયાળા માં કોરોના વધુ સ્પ્રેડ થાય તે વાત ગયા શિયાળા માં જ ખબર પડી ગઇ છે ત્યારે હવે સરકારી નિયમો અને ગાઈડલાઈન નો ફરજિયાત અમલ થાય તે જરૂરી છે.
