દેશ માં ભ્રષ્ટાચારે જાણે માઝા મૂકી છે અને પોલિટિકલ ફિલ્ડ જાણે બાપા ની પેઢી હોય તેમ તેમાં આવનારા નાના થી મોટા જાણે પૈસા બનાવવામાં પડી ગયા હોય તેવું લાગી રહ્યું છે અને દેશ આઝાદ થયા બાદ અંગ્રેજો ના જુલમ માંથી માંડ મુક્તિ મળી ત્યાંજ જાણે કાળા અંગ્રેજો એ કબ્જો જમાવ્યો હોય તેવું જનતા ને ફીલિંગ આવી રહ્યું છે બધા ની વાત બાજુએ રાખી માત્ર રસ્તાઓ ના ભ્રષ્ટાચાર ની વાત કરવામાં આવે તો રોડ બનાવવામાં રૂ. 10 હજાર કરોડથી વધારેનું બજેટ હોવા છતાં પણ રસ્તા કેમ ખખડધજ બની જાય છે અને તૂટી જાય છે આ બધા પૈસા ખાવામાં કઈ ટોળકી કામ કરી રહી છે અને કેટલા વર્ષો ની જડ છે ? નવાઈ ની વાત તો એ છે કે બજેટમાં માત્ર રસ્તાના રીસરફેસિંગ માટે જ રૂ.3600 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યાં હતા છતાં રસ્તાની આ હાલત અત્યંત બદતર છે, હાલમાં રાજ્યના 80% રસ્તા ખખડધજ બની ગયા છે. દેશમાં રસ્તા પર ખાડાના લીધે થતા અકસ્માતોમાં ગુજરાત દેશમાં છઠ્ઠા ક્રમે છે. ત્યારે આ માટે એટલે કે ખરાબ રસ્તા માટે જવાબદારી કોણ લેશે ?
ચોમાસા બાદ હાઇવે અને શહેર ના આંતરીક રસ્તાઓ ઉપર હાઇવે તો ઠીક પણ ચાલતા જવું હોય તો પણ વિચાર કરવો પડે તેવી સ્થિતિ છે, હાલ માં રાજ્યમાં 81000 કિ.મી. રસ્તા, 98% પાકા રસ્તા રાજ્યમાં તમામ માર્ગ મળીને કુલ લંબાઇ 81,246 કિમી જેમાંથી 5146 કિમી નેશનલ હાઇવે, 17248 કિમી સ્ટેટ હાઇવે, 20112 કિમી મુખ્ય જિલ્લા માર્ગ, 10259 કિમી અન્ય જિલ્લા માર્ગ, 28481 કિમી ગ્રામ્ય માર્ગો છે. 3655 રસ્તા મલ્ટી-લેન, 15295 ડબલ લેન, 60186 સિંગલ લેન રસ્તા છે. માર્ગો પર 1518 મોટા બ્રિજ છે, 5404 ના બ્રિજ, 106994 જેટલા કોઝ-વે છે. 98 ટકા પાકા રસ્તા છે જ્યારે 2 ટકા જ કાચા રસ્તા છે. રાજ્યના 99.42 ટકા ગામો સુધી પાકા રસ્તા છે. સ્ટેટ હાઇવે હસ્તકના 6 હજાર કિમી સહિત કુલ 81000 કિમીના રસ્તા પર છ બાય છ ઇંચથી લઈને 10 બાય દસ ફૂટથી વધુ ના અસંખ્ય ખાડાઓ પડી ગયા છે ત્યારે કોરોના માં તૂટી ગયેલી જનતા હાલ તો મૂંગા મોઢે ખેલ નિહાળી રહી છે કારણ કે જનતા ની એકપણ ભૂલ ચલાવાતી નથી અને કોરોના માં પણ હેલ્મેટ,માસ્ક, વાહનો ના કાગળિયા અને ટ્રાફિક ના નિયમો બતાવી કંગાળ પ્રજા ને વ્યાજે પૈસા લાવીને ઘર ચલાવતા લોકો ને દંડ ભરવો પડે છે પણ સરકારી અસંખ્ય ભૂલો સામે કોઈ પગલાં ભરવામાં આવતા નથી અને જાણે સૌ એક થઇ જનતા ને લૂંટી રહ્યા હોવાનો માહોલ ક્રિયેટ થયો છે.
