રાજ્ય માં કોરોનાને કારણે શૈક્ષણિક કાર્ય ને વ્યાપક અસર પહોંચી છે ત્યારે મોટા સમાચાર આવી રહયા છે કે યુનિવર્સિટીની ઓનલાઈન-ઓફલાઈન પરીક્ષા ન આપી શકનારા 1500થી વધુ વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટી દ્વારા ખાસ પરીક્ષા લેવાનાર છે આ માટે આગામી તા. 26 ઓક્ટોબરે પરીક્ષાનું આયોજન કરાયું છે. આ પરીક્ષા માટે 16 ઓક્ટોબરે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની વેબસાઈ પર http://studexam.gujaratuniversity.ac.in પર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે, રજિસ્ટ્રેશન નહીં કરાવનાર પરીક્ષા આપી શકશે નહીં.
પરીક્ષા વિભાગે સપ્ટેમ્બરમાં સાયન્સ, કોમર્સ, આર્ટસ, લો, એજ્યુકેશન સહિતની વિદ્યાશાખાની યુજી અને પીજી લેવલની ઓફલાઈન પરીક્ષા યોજવામાં આવી હતી. આ પરીક્ષા અંદાજે 70 હજાર વિદ્યાર્થીઓએ આપી હતી. 1500થી વધુ વિદ્યાર્થીઓ એવા હતા કે જેઓ કોરોના ની સ્થિતિના કારણે પરીક્ષાથી વંચિત રહી ગયા હતા. આ વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષાની તક આપવા, ખાસ પરીક્ષાનું આયોજન કરવા બાબતે ઉચ્ચ સત્તાવાળાઓને રજૂઆત કરાઈ હતી. જેના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સૂત્રો એ જણાવ્યું હતું. આમ સ્પેશિયલ પરીક્ષા આવા વિદ્યાર્થીઓ માટે નવો ઑપશન બની રહેશે.
