રાજ્યમાં હવે ચૂંટણીઓ નજીક આવતા જુદાજુદા સમાજ દ્વારા રાજકીય પક્ષો સમક્ષ ટીકીટ માટે માંગ શરૂ થઈ છે.
ઉમિયાધામ સિદસરના પ્રમુખ જયરામ પટેલે પત્રકાર પરિષદમાં આગામી ચૂંટણી મુદ્દે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, લોકશાહીમાં તમામને ટિકિટ માંગવાનો અધિકાર છે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, ગત ચૂંટણીમાં પાટીદાર સમાજમાં 50 ટિકિટની માંગ કરી હતી, જેમાંથી શાસક પક્ષે 50 ટિકિટ આપી હતી, આ વખતે પણ ટિકિટ માંગવામાં આવશે. તેમણે કહ્યું કે, 25 સીટ એવી છે જેમાં અમારી નિર્ણાયક ભૂમિકા રહે છે. આ સાથે રાજકોટ પશ્ચિમ બેઠક પાટીદાર ઉમેદવારને મળે તેવા પ્રયત્નો કરીશુ.
પાટીદાર સમાજ બાદ હવે ક્ષત્રિય સમાજે રાજકીય પ્રતિનિધિત્વની માંગ કરી છે. કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષે ક્ષત્રિય સમાજના પ્રભુત્વવાળી 25થી 30 બેઠકો પર વિવિધ પક્ષો પાસે ટિકિટ ની માંગ કરી છે.
આમ,હવે જેમ જેમ ચૂંટણીઓ નજીક આવશે તેમ તેમ અન્ય સમાજ દ્વારા પણ જાતિવાદ ના આધારે ટીકીટ ની માંગ ઉઠશે તે નક્કી છે.