આજકાલ દૂધ ના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો તબેલા માં વધુ પશુઓ હોઈ દૂધ કાઢવા મશીન રાખે છે તેઓ માટે ચેતવણી રૂપ કિસ્સા માં પાલનપુર તાલુકાના કોટડા ભાખર ગામે ગતરોજ વહેલી સવારે ગાયો દોહતી વખતે મશીનમાં થયેલા શોર્ટ સર્કિટથી લોખંડની જાળીમાં કરંટ ઉતરતા 11 ગાયોને ગરદનના ભાગેથી કરંટ શરીરમાં કરંટ લાગતા ગાયો તરફડીને મોતને ભેટતા ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે. દુર્ઘટનાને પગલે યુ.જી.વી.સી.એલ, બનાસ ડેરી, દૂધ દોહવાનું મશીન બનાવતી કંપનીના અધિકારીઓ દોડી આવ્યા હતા. જેમણે બનાવ અંગે તપાસ હાથ ધરી હતી. દરમિયાન પશુપાલક રામસુંગભાઈ કુણીયાએ દોહવાના મશીનની કંપની સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આંચળમાંથી દૂધ કાઢવાના મશીનની મોટરમાં ખરાબી સર્જાઈ હતી અને તેનું આખું મિકેનિઝમ બગડતા મશીન પર કરંટ આવ્યો અને જે એંગલ પર મશીન મૂક્યું હતું તેમાંથી કરંટ આગળ વધીને ગાયો જ્યાં બાંધેલી હતી તે તમામ જાળીમાં પ્રસરી ગયો હતો. એક પછી એક ગાયો તરફડીને મોતને ભેટતા હવે દૂધ કાઢવા માટે વપરાતા મશીન સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે.
આ ઘટના ને પગલે ભારે ચકચાર અને અરેરાટી ફેલાઈ ગઈ છે.
