પાવાગઢ ખાતે માં કાલિકાના દર્શન માટે મોટી સંખ્યામાંભાવિકો ઉમટ્યા છે અહીં ચોમાસામાં હિલ સ્ટેશન જેવો માહોલ અને માં ના દર્શન સાથે ભાવિકો આહલાદક ખુશીનો અનુભવ કરી રહયા છે.
પાવાગઢમાં માં કાલિકાના દર્શન કરવા સેંકડો ભાવિકો ઉમટ્યા છે અહીં માં કાળકાના સાનિધ્યમાં ભક્તો હિલ સ્ટેશનનો આહલાદક અનુભવ કરી રહયા છે. માં મહાકાળી માતાના દર્શને અંદાજે 2 લાખ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ છે,ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે આહલાદક દ્રશ્યો જોવા મળી રહયા છે.
ગુજરાત સહિત રાજસ્થાન, મધ્ય પ્રદેશ સહિતનાં રાજ્યોમાંથી મોટી સંખ્યામાં ભક્તો માતાજી ના દર્શન માટે આવી રહયા છે.
દર્શનાર્થીઓને કોઈ અગવડ ન પડે તેમાટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે, દર્શન માટે આવનાર ભક્તોની સુરક્ષા અને સલામતી માટે જિલ્લા પોલીસ વિભાગ સમગ્ર રૂટ ઉપર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
ગુજરાતમાં પાવાગઢ પવર્ત પર બિરાજમાન અને શક્તિપીઠોમાંથી એક ગણાતાં માં મહાકાળી માતાજીના મંદિરનું ખુબજ વિશેષ મહત્વ છે.
ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવે છે.