તોડ પ્રકરણમાં ગાજેલા મહિલા પીએસઆઇ શ્વેતા જાડેજા ને પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ ની માંગણી કરતા કોર્ટે રિમાન્ડ ની માંગ ફગાવી જેલ માં મોકલવા આદેશ કર્યો હતો. બળાત્કાર ના કેસના આરોપી ને પાસામાં નહીં મોકલવા બદલ રૂ.35 લાખ નો તોડ કરવાના પ્રકરણમાં ખૂબ ગાજેલા પીએસઆઈ શ્વેતા જાડેજા (મેર) રૂ. 1.12 લાખનો મોબાઇલ વાપરતા હોવાનો ખુલાસો થયો હતો. આ મોબાઇલ ફોનના બિલની ચુકવણી ક્રેડિટ કાર્ડથી યોગેશ શર્મા નામની વ્યક્તિએ કરી હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ પોલીસે ની શ્વેતા જાડેજાના વધુ 3 દિવસના રિમાન્ડની માગણી એડિ.સેશન્સ જજ એસ.એચ.પટેલે ફગાવી દેતા આરોપી ને જેલમાં મોકલી દેવાયા હતા.
મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે રજૂઆત કરી હતી કે, આરોપી પાસેથી કબજે કરેલા મોબાઇલની તપાસ દરમિયાન તે મોબાઇલનાં નાણાં કઈ રીતે ચૂકવાયેલા છે, આંગડિયા મારફતે આવેલા રૂ.20 લાખ આરોપીના બનેવી દેવેન્દ્ર ઓડેદરાએ સ્વીકારેલા જેથી તેની તપાસ કરવા માટે આરોપીની હાજરીની જરૂર છે.
આ તરફ આરોપી તરફે એવી રજૂઆત કરાઈ હતી કે, કહેવાતો કોઇ ગુનો કર્યો નથી. તેઓને ખોટી રીતે સંડોવાયાં છે. ફરિયાદ દાખલ કરતા પહેલા અને તપાસ કરતાં પહેલા કલમ 17(1)ની જોગવાઇ મુજબ પરવાનગી મેળવવી જરૂરી છે. લાંચની કોઇ રકમ સ્વીકારી નથી. આમ આ પ્રકરણ ભારે વિવાદી બની ગયું છે.
