ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે કેબિનેટમાં મોટો ફેરફાર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
વિગતો મુજબ પૂર્ણેશ મોદીને માર્ગ અને મકાન વિભાગ વિભાગ અને રાજેન્દ્ર ત્રિવેદી ને મહેસૂલ વિભાગમાંથી હઠાવી દેવામાં આવ્યા છે.
ગુજરાતના રાજકારણ માં મોટા સમાચાર સામે આવી રહયા છે અને જે રીતે વાત સામે આવી છે તે મુજબ રાજેંદ્ર ત્રિવેદીને મહેસૂલ વિભાગ અને પૂર્ણેશ મોદી પાસેથી માર્ગ અને મકાન વિભાગ વિભાગમાંથી હટાવાયા છે.
હાલમાં મહેસૂલ રાજ્યમંત્રીનો હવાલો હર્ષ સંઘવી અને માર્ગ અને મકાન વિભાગનો રાજ્યકક્ષાનો હવાલો જગદીશ પંચાલને સોંપાયો છે,વિધાનસભા ની ચૂંટણી નજીકમાં છે ત્યારે આ વાત ભારે ચર્ચાનો વિષય બની છે.
મહત્વનું છે કે આ બન્ને મંત્રીઓ કેબિનેટમાં જ રહેશે તેઓ પાસે અન્ય વિભાગોનો પણ હવાલો છે.
પૂર્ણેશ મોદી પાસેથી ભલે માર્ગ-મકાન વિભાગનો હવાલો છીનવીને જગદીશ પંચાલને સોંપવામાં આવ્યો છે પણ તેઓ પાસે અન્ય ટૂરિઝમ, યાત્રાધામ વિકાસ તેમજ વાહન વ્યવહાર વિભાગ પણ છે. આથી આ વિભાગોને કેબિનેટ મંત્રી તરીકે પૂર્ણેશ મોદી કેબિનેટમાં યથાવત રહેશે.
જ્યારે રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસૂલ વિભાગ છીનવીને હર્ષ સંઘવીને સોંપવામાં આવ્યો છે. જો કે તેમની પાસે મહેસૂલ વિભાગ સિવાય આપત્તિ વ્યવસ્થાપન વિભાગ, કાયદા વિભાગ, વૈધાનિક અને સંસદીય બાબતોનું મંત્રાલય રાજેન્દ્ર ત્રિવેદી પાસે છે. આમ તેઓ બંને CM ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં સમાવિષ્ટ રહેશે.