પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ધરપકડ થતાં અર્બુદા સેનામાં આક્રોશ ફેલાઈ ગયો છે અને બધા એકત્ર થઈ રહયા છે તે જોતાં મુદ્દો ગરમ બનવાની શકયતા વ્યક્ત થઈ રહી છે અને રાજકારણ ગરમાયુ છે.
મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની રાત્રે 12:00 વાગ્યે ગાંધીનગરના પંચશીલ ફાર્મ હાઉસ ખાતેથી ધરપકડ થયા બાદ અર્બુદા સેનામાં ભારે આક્રોશ ફેલાઈ જવા પામ્યો છે.
મહેસાણા ખાતે આવેલા અર્બુદા ભવન ખાતે મોટી સંખ્યામાં અર્બુદા સેનાના કાર્યકરો એકત્ર થયા હતા અને અને દરેક જિલ્લા ક્લેક્ટરને આવેદનપત્ર આપવા સહિત આંદોલન કરવાનું નક્કી કરતા સામી ચૂંટણીઓ દરમિયાન વિવાદ વધવાની શકયતા વ્યક્ત થઈ રહી છે.
દૂધ સાગર ડેરીના રૂ.320 કરોડના કૌભાંડ મામલે માજી ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ધરપકડ બાદ અર્બુદા સેનામાં ભારે રોષ ફેલાઈ ગયો છે અને તેઓએ ગર્જના કરી છે કે જો વિપુલ ચૌધરીને મુક્ત નહીં કરવામાં આવે તો સેનાના કાર્યકરો ઉગ્ર આંદોલન કરશે.