ભાજપે આજે શુક્રવારે રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત 4 રાજ્યોમાં ચૂંટણી પ્રભારીઓ અને સહ પ્રભારીઓની જાહેરાત કરી છે.
જેમાં ગુજરાતના પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ અને મનસુખ માંડવિયાને મોટી જવાબદારી સોંપવામાં આવી છે.
રાજસ્થાનમાં પ્રહલાદ જોશીની સાથે નીતિન પટેલ અને કુલદીપ બિશ્નોઈને સહપ્રભારી બનાવવામાં આવ્યા છે.
મધ્યપ્રદેશમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને સહપ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાને છત્તીસગઢમાં સહપ્રભારીની જવાબદારી સોંપવામાં આવી છે.
આ સિવાય સુનીલ બંસલને તેલંગાણામાં સહપ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
જ્યારે પ્રભારી તરીકે પ્રહલાદ જોશીને રાજસ્થાન, કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવને મધ્યપ્રદેશ, ઓપી માથુરને છત્તીસગઢ અને પ્રકાશ જાવડેકરને તેલંગાણાની જવાબદારી સોંપવામાં આવી છે.
મહત્વનું છે કે આ વર્ષના અંત સુધીમાં આ ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. મધ્યપ્રદેશમાં ભાજપ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસ અને તેલંગાણામાં હાલમાં BRSની સરકાર છે.