–રાજકીય નેતા જી.કે. પ્રજાપતિ, સુરતના હરેશ જાધવ અને મહેન્દ્ર પરમાર ઉપરાંત કથિત પત્રકાર આશુતોષ પંડ્યા અને કાર્તિક જાનીની ધરપકડ
ગુજરાત રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારી વિરૂધ્ધ ખોટા કેસમાં આરોપી બનાવવા માટે ખોટા પુરાવા ઉભા કરાવી રૂપીયા પડાવવાનું કાવત્રું રચનાર ટોળકીના સભ્યોને પકડી પાડતી ગુજરાત એ.ટી.એસ દ્વારા જે સત્તાવાર માહિતી આપવામાં આવી તે આ મુજબ છે.
ગુજરાત રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓને ખોટી રીતે ફસાવવા અને બ્લેકમેઇલ કરવા માટે બે વખત બળાત્કાર થયાના ખોટા આક્ષેપોવાળું ખોટું એફીડેવીટ વાયરલ થયેલ હોવાનું ધ્યાને આવતા , ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશક દ્વારા ગુજરાત એ.ટી.એસ.ને આ અંગેની તપાસ સોંપેલ હતી જે બાબતે ગુજરાત એ.ટી.એસ.ના નાયબ પોલીસ મહાનિરીક્ષક દ્વારા પો.સ.ઇ.સુ. એસ.કે.ઓડેદરાને આ અંગેની ખરાઇ કરવા તપાસ સોંપવામાં આવતા તેઓએ સદર એફીડેવીટ કરનાર મહિલાનું વિગતવાર નિવેદન લેતા જાણવા મળેલ કે , તેણે પેથાપુર પો.સ્ટે . ખાતે ગુ.ર.નં. 11216010230047/2023 ઇ.પી.કો. કલમ ૩૭૬ , ૩૮૪ , ૫૦૬ ( ૨ ) , ૧૧૪ તથા ગુજરાત ધર્મ સ્વતંત્ર અધિનિયમ કલમ ૩ તથા ૪ વિગેરે મુજબનો ગુનો નોંધાવેલ હતો.
આ ફરિયાદ દાખલ કરતા પહેલા આ મહિલા જી.કે.પ્રજાપતિ ઉર્ફે જી.કે. નામના માણસના સંપર્કમાં આવેલ હતી . ફરિયાદ દાખલ કરતા પહેલા આ મહિલાએ જી.કે.પ્રજાપતિ ઉર્ફે જી.કે.દાદા ને કહેલ કે ફરિયાદનો આરોપી ઇસ્માઇલ મલેક એક દિવસ તેણીને ચાંદખેડા કાલીકા મદીર પાસે આવેલ સંગાથ બંગલોઝના બંગલા નંબર ૧૩,૧૪ મા લઈ જઈ બંગલામા હાજર માણસ કે જેની ઉંમર આશરે ૪૫ વર્ષની આસપાસની હતી તેઓને અમદાવાદના મોટા પોલીસ અધિકારી હોવાની ઓળખ આપેલી અને આ બંગલો સાહેબનો જ છે તેવું જણાવેલ તથા પોતાના ભાઇને છોડાવવા માટે આ સાહેબે તેની મરજી વિરૂધ્ધ બે વખત બળજબરીથી શરીર સબંધ બાંધેલ હતો . આ બાબતે જી.કે.પ્રજાપતિએ ફરિયાદમાં લખાવવાની ના પાડી અને કહેલ કે આ બાબતે આપણે પછીથી વિચાર કરીશું . ત્યારબાદ , જી.કે.પ્રજાપતિએ તેણીને સુરતના એક અન્ય વ્યક્તિ હરેશ જાદવ સાથે ઓળખાણ કરાવેલ અને તેઓએ તેણીની હાજરીમાં અમદાવાદના સૌથી મોટા સાહેબનો રૂપિયા આઠ કરોડનો તોડ કરવાની અંદરો અંદર વાત કરેલ તથા તેણીને મદદ કરવાના બદલામાં તેઓ કહે તેમ કરવું પડશે તેવું જણાવેલ જેથી આ મહિલા તેઓના દબાણ હેઠળ આવી ગયેલ તથા તેઓના પત્રકાર મિત્રોને આ મહિલાના ‘ લવ જેહાદ’ના કેસમાં કોઇ મોટા પોલીસ અધિકારીનું નામ
બળાત્કારમાં આવતું હોઇ તે અધીકારીને દબાણ હેઠળ લાવી તેની પાસેથી મોટી રકમ પડાવવા માટે વાત કરેલ અને આ સમગ્ર બનાવ અંગે આ મહિલાના નામની એફીડેવીટ તૈયાર કરાવેલ અને તેમા પોલીસ અધિકારીએ તેની સાથે બે વાર બળાત્કાર કરેલાની વિગતો જણાવેલ તેમજ આ અધિકારીનું નામ પણ લખાવેલ . બાદમાં કોઇ કારણસર આ અધિકારીનો ફોટો આ મહિલાને બતાવતા તેણે જણાવેલ કે આ ફોટાવાળા અધિકારી સાહેબે તેની સાથે ખોટુ કામ કરેલ નથી . જે સાંભળી આ વ્યક્તિઓએ અંદરો અંદર ચર્ચા કરી બીજા અધિકારીનુ નામ નક્કી કરી તે નામ એફીડેવીટમાં સુધારો કરી લખાવેલ અને તા . ૨૮/૦૧/૨૦૨૩ ના રોજ સહિઓ કરાવેલ . કે ત્યારબાદ તા . ૩૦/૦૧/૨૦૨૩ ના રોજ બપોરના દોઢેક વાગે આ મહિલા પોતાની પેથાપુર પો.સ્ટે.ની એફ.આઇ.આર. બાબતે મેજીસ્ટ્રેટ સાહેબ રૂબરૂ સી.આર.પી.સી .૧૬૪ મુજબનુ નિવેદન આપવાનુ હતુ . તે વખતે જી.કે.પ્રજાપતિ તથા હરેશભાઇએ આ મહિલાને ગમે તેમ કરી મેજીસ્ટ્રેટ સાહેબ રૂબરૂ હાલ નિવેદન આપવા ન જવા સમજાવેલ અને તેઓને મેજીસ્ટ્રેટ રૂબરૂ બેભાન થઈ જઈ મુદ્દત પડાવવા સમજાવેલ હરેશભાઇ આ માટે તેને ઉંઘની ગોળી ખવડાવી મેજીસ્ટ્રેટ રૂબરૂ મોકલેલ અને તેઓના નિવેદનમા કોઇ પોલીસ અધિકારીનુ નામ હાલ પુરતુ ના લખાવવા ખુબ જ દબાણ કરેલ અને કહેલ કે તમે જો કોઇ પોલીસ અધિકારીનુ નામ લખાવશો તો અમારું બધુ કામ બગડી જશે અને અમે તમને કોઇ જાતની મદદ કરી શકીશુ નહિ . જેના કારણે આ મહિલાએ મેજીસ્ટ્રેટ સાહેબ રૂબરૂ પોતાનુ નિવેદન લખાવતી વખતે કોઇ પોલીસ અધિકારીનુ નામ લખાવેલ નહિ અને બહાર આવી હરેશભાઇ વિગેરેને જણાવેલ કે તેઓએ મેજીસ્ટ્રેટશ્રી રૂબરૂ કોઇ પોલીસ અધિકારીનું નામ લખાવેલ નથી . ત્યારબાદ , આ મહિલાની જાણ બહાર એફીડેવીટમાં નવા ફકરા ઉમેરી તેને વંચાવ્યા વગર ૦૧/૦૨/૨૦૨૩ નારોજ ફરીથી સહિઓ કરાવેલ અને ઉપરોક્ત બંગ્લામાં રહેનાર વ્યક્તિ પોલીસના ઉચ્ચ અધિકારી ન હોવાનું જાણતા હોવા છતાં , આ વ્યક્તિઓએ કાવતરું ઘડી પોલીસ અધિકારીને દબાણમા લાવી તેઓ પાસેથી બળજબરીથી રૂ.આઠ કરોડ પડાવવાના ષડયંત્ર રચેલ . આ ગુનાહીત કાવતરુ આગળ ધપાવવા માટે હરેશ જાદવ અને મહેંદ્રસિંહ પરમાર ઉર્ફે રાજુ જેમીનીનાઓએ ઉપરોક્ત એફીડેવીટમાં જણાવેલ ઉચ્ચ પોલીસ અધિકારીનો સંપર્ક કરવા માટે જે તે પોલીસ કચેરીઓમા જઈ તેઓના તાબા હેઠળના તથા અન્ય અધિકારીનો વારંવાર સંપર્ક કરી ઉપરી અધિકારીને બળાત્કારના ગુનામા ફસાવી દેવાનો ભય ઉભો કરી તે અધિકારી પાસેથી બળજબરીથી પૈસા પડાવવા માટે દબાણ ઉભુ કરેલ હતુ . તેમજ જી.કે.પ્રજાપતિ તથા હરેશ જાદવ અને મહેંદ્રસિંહ પરમાર ઉર્ફે રાજુ જેમીનીનાઓએ ઉપરોક્ત એફીડેવીટમા જણાવેલ ઉચ્ચ પોલીસ
અધિકારીનો સંપર્ક કરવા માટે જે તે વચેટીયાઓનો વારંવાર સંપર્ક કરી ઉપરી અધિકારીને બળાત્કારના ગુનામા ફસાવી દેવાનો ભય ઉભો કરી તે અધિકારી પાસેથી બળજબરીથી પૈસા પડાવવા માટે દબાણ ઉભુ કરેલ હતુ . તેમજ જી.કે.પ્રજાપતિ તથા હરેશ જાદવે કાવતરાના ભાગરૂપે મહેન્દ્ર પમાર ઉર્ફે રાજુ જેમીની તથા પત્રકાર આશુતોષ પંડયા તથા કાર્તિક જાનીની સાથે સાંઠગાંઠ કરેલ આમ , એક ભોગ બનનાર પીડીત મહિલાને દબાણમા રાખી તેણીના એફીડેવીટમા ઉચ્ચ પોલીસ અધિકારીનુ નામ ખોટી રીતે લખાવડાવી તેને પ્રેસ , ન્યુઝ ચેનલો તથા સોશીયલ મીડીયામાં પ્રકાશીત તથા પ્રસારીત કરવાનો ડર ઉભો કર્યો . આ ષડયંત્ર રચનાર તમામ આરોપીઓને અમદાવાદ – ગાંધીનગર ખાતે અલગ – અલગ જગ્યા પરથી ગુજરાત એ.ટી.એસ. દ્વારા પકડી પાડવામાં આવેલ છે તથા આ અંગે ફરિયાદ સેક્ટર ૭ પો.સ્ટે . ગાંધીનગર ખાતે ઇ.પી.કો. ક . ૩૮૯ , ૧૨૦ ( બી ) મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે .