પોલીસ લાઈન માં જવા ઇચ્છતા ઉમેદવાર માટે સારા સમાચાર છે અને કોરોના ની ઉદભવેલી પરિસ્થિતિ બાદ હવે આટલા સમય પછી જીપીએસસી દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટરની લેખિત જાહેર પરીક્ષા 3 જાન્યુઆરીએ લેવામાં આવનાર છે અને તેમાં સમગ્ર રાજ્યમાંથી 40 જગ્યા માટે 1.48 લાખ ઉમેદવાર પરીક્ષા આપશે.
જીપીએસસી દ્વારા કોઇ ઉમેદવારોને મુશ્કેલી ન આવે તે પ્રકારની વ્યવસ્થા કરાઇ હોવાનો અધિકારીઓએ દાવો કર્યો છે. આ પરીક્ષા માટે ઉમેદવારો સોમવારથી કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. આમ બેરોજગાર ની સંખ્યા સામે નોકરી ની તકો ખુબજ ઓછી હોય એક પડકાર જનક સ્થિતિ હોવાનું સામે આવી રહ્યું છે.
