રાજ્યના પોલીસ પરિવારો માટે ખુશીના સમાચાર આવી શકે છે અને ગ્રેડ-પે અંગે કોઈ મોટી જાહેરાત થવાની શકયતા જણાઈ રહી છે, સુરતમાં પોલીસના એક કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હાજર રહેવાના છે અને તે સમયે દરેક પોલીસ જવાનોને પરિવાર સાથે હાજર રહેવા જણાવાયુ હોવાની માહિતી છે.
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ગ્રેડ-પેનો મામલો ભારે ચર્ચામાં રહ્યો છે અને આ મુદ્દો પોલીસ વિભાગ પૂરતો સિમિત ન રહેતા રાજકીય પણ થઈ જતા હવે વર્તમાન સરકાર ગ્રેડ-પેની જાહેરાત ઝડપથી કરે તેવી શકયતા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુરતની મુલાકાતે છે અને પોલીસ કમિશનર કચેરી ખાતે સાંજે એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર હોય આ કાર્યક્રમ દરમિયાન પોલીસ ગ્રેડ-પેને લઈને મોટી જાહેરાત થવાની શક્યતા છે.
પોલીસ વિભાગમાં આજે સવારથી જ મેસેજ વહેતો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
આજે પોલીસ કમિશનર કચેરી ખાતે સાંજે પોલીસ જવાનોને પરિવારો સાથે હાજર રહેવના છે તેમજ મીઠાઈ પણ મંગાવવા માટે વાત થઈ છે. એટલું જ નહીં પરંતુ મોટાપાયે તેની ઉજવણી કરવાનો હોય તે રીતે ફટાકડા ફોડવાનો કાર્યક્રમ પણ થાય તે રીતની ચર્ચા ચાલી રહી છે. આ તમામ તૈયારીઓને ધ્યાનમાં રાખીને ગૃહ રાજ્યમંત્રી કોઈ મોટી જાહેરાત કરે તેવી શક્યતા છે.
પોલીસ ગ્રેડ-પેનો મુદ્દો ઉકેલાશે તેમ મનાઈ રહ્યું છે.