આજકાલ ફિલ્મો અને સિરિયલ માં આવતી નટીઓ ને જોઈને તેનું આંધળું અનુકરણ કરી કહેવાતા પ્રેમ માં પડી કાચી ઉંમર ની છોકરીઓ હાથે કરીને પોતાનું જીવન બરબાદ કરતી હોવાના કિસ્સા વધી રહ્યા છે ત્યારે ઉત્તરપ્રદેશથી પાડોશમાં રહેતા યુવાન ઉપર ભરોસો મૂકી પોતાના માતાપિતા,પરિવાર ને છોડી સગીરા લંપટ યુવાન સાથે ઘરે થી ભાગી ગુજરાત ના વાપી માં આવ્યા બાદ થોડાજ દિવસ માં પ્રેમ નું ભૂત ઉતરી જતા અને બેથી ત્રણ દિવસ રહ્યા બાદ કોઇ કામધંધો ન મળતા આખરે પ્રેમી યુવાને સગીરાનું ગળું દબાવીને હત્યા કરી પરત યુપી ભાગી ગયો હતો અને ત્યાં સામાન્ય જિંદગી જીવવા લાગ્યો હતો પણ યુવતી ના પરિવાર ની ફરિયાદ બાદ પોલીસે યુવક ને ઝડપી લઈ આગવી ઢબે પુછતાછ કરતા હત્યા નો મામલો સામે આવ્યો હતો.
વિગતો મુજબ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ જિલ્લાના મેઝા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રહેતા એક પરિવારે ત્યાંના પોલીસ મથક માં 27 સપ્ટેમ્બર 2020ના રોજ 17 વર્ષીય સગીરાનું અપહરણ થયા હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન શનિવારે રાત્રે વાપી ટાઉન પોલીસ મથકના પીઆઇ આર.ડી.મકવાણાને ઉત્તરપ્રદેશ પોલીસે જાણ કરી હતી કે, બલીઠા ખાતે એક લાશ પડી છે જે યુપી થી અપહરણ કરાયેલી સગીરા ની છે જે યુપી થી યુવક ભગાડી ગયો હોવાની માહિતી આપતા વાપી ટાઉન પોલીસની ટીમ રવિવારે સવારે કબ્રસ્તાન રોડથી બલીઠા જતા રોડ ઉપર તપાસ કરતા સડી ગયેલી હાલતમાં સગીરાની લાશ મળી આવી હતી. 17 વર્ષીય સગીરાને તેનો પાડોશી લગ્નની લાલચે ભગાડી ગયો હતો તેની હોવાનું કન્ફોર્મ થયું હતું.
તપાસ દરમ્યાન યુપીથી આ સગીરા ને ભગાડી વાપી લઇ આવી ત્રણ દિવસ સુધી કામ ધંધો શોધવા બાદ કંઇ ન મળતા અંતે તેણે સગીરાનું ગળુ દબાવી હત્યા કરી પરત યુપી પોતાના ઘરે જતો રહ્યો હોવાની વિગતો ખુલી હતી. સગીરાના પરિવારે પાડોશી યુવક વિજયશંકર ઉ.વ.21 ઉપર શંકા વ્યક્ત કરી પોલીસને જાણ કરતા યુપી પોલીસે તેની સઘન પૂછપરછ હાથ ધરી હતી. જેમાં તેણે પોતાનો ગુનો સ્વીકારી લીધો હતો આ અંગે વાપી પોલીસને જાણ કરાઇ હતી. પોલીસે આરોપી યુવકને વાપી લાવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. ત્યારે આવા બેજવાબદાર યુવાનો ના મોહ માં પડી કહેવાતા પ્રેમ માં પાગલ થઈ જતી યુવતીઓ માટે આ કિસ્સો રેડ સિગ્નલ છે.
