પ.બંગાળ માં મમતા નો સિક્કો ચાલી ગયો હોવાનું જણાય રહ્યું છે બપોર ના 12 વાગ્યા સુધીના પરિણામો મુજબ મમતા બેનર્જીની ટીએમસીએ ડબલ સેન્ચુરી ફટકારી છે અને ભાજપને 100 નો આંકડો પાર કરવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મમતા બેનર્જી અને ભાજપ વચ્ચે જ સીધી ટક્કર જોવા મળી રહી છે પરંતુ ભાજપની હાર નિશ્ચિત દેખાઈ રહી છે. ભારતીય જનતા પાર્ટી માટે મમતા બેનર્જી માટે કેમ્પેન કરનારા પ્રશાંત કિશોરે કહ્યું હતું કે ભાજપ ત્રણ અંકને પાર નહીં કરી શકે, અને તેમની આ વાત હવે સાચી પડતી જણાઈ રહી છે. બપોરના 12 વાગ્યા સુધીના ટ્રેન્ડ અનુસાર TMC 202 જ્યારે ભાજપ 88 સીટ પર આગળ છે.
ચૂંટણીમાં ભાજપનો દેખાવ જે ધારણા હતી તે પ્રમાણે રહ્યો નથી. ભાજપ માટે સત્તા મેળવવાની વાત તો દુર પણ હવે 100 કરતા વધારે બેઠકો ભાજપ જીતશે કે કેમ તે પણ સવાલ છે. એક સમયે પશ્ચિમ બંગાળ તેમનો ગઢ મનાતો હતો તેવા ડાબેરીઓ અને કોંગ્રેસ ગઠબંધન નું અસ્તિત્વ ખતમ થઈ ગયું છે. હાલ ની સ્થિતિ પ્રમાણે કોંગ્રેસ માત્ર બે બેઠકો પર આગળ ચાલી રહી છે અને ડાબેરીઓને હજી સુધી એક પણ બેઠક પર સરસાઈ મળી નથી.
આમ મમતા નો જાદુ છવાયેલો રહ્યો છે.
