આમ આદમી પાર્ટી ના ગુજરાત પ્રદેશ મીડિયા પ્રભારી તરીકે સેવા આપનાર તુલી બેનર્જી ને બદનામ કરવા માટે ફેસબુક ઉપર સુરતી મિજાજ નામના એકાઉન્ટ ઉપર તુલી બેનર્જી નો ફોટો મૂકી બાજુમાં કેપ્સન માં દ્વિઅર્થી ગંદા શબ્દો માં લખ્યું છે કે ‘મન તો એવું થાય છે કે કેજરીવાલ ને બે હાથે થી મસળી નાખું ‘ આ પ્રકાર ની પોસ્ટ મૂકી તુલી બેનર્જી ને બદનામ કરવાની કોશિશ થતા એક મહિલા નું જાહેર માં અપમાન થતા લોકો માં રોષ ફેલાયો હતો અને નીચે એક સારા વ્યક્તિ સત્યેન ગઢવી એ પોસ્ટ મુકનાર ને કોમેન્ટ બોક્સ માં ઉધડો લઈ લખ્યું છે કે તમારી આ પોસ્ટ માટે તમારી પર સ્ત્રી સામે દ્વિઅર્થી કોમેન્ટ કરવા બદલ sexual harassment act હેઠળ કાર્યવાહી થવી જોઈએ.
જોકે,તુલી બેનર્જી એ પોતાને બદનામ કરનાર આ સુરતી મિજાજ ફેસબૂક અકાઉન્ટ ધરાવનાર સામે અમદાવાદ સાઈબર ક્રાઈમ માં ફરિયાદ આપી છે અને આ ઈસમ સામે કાયદેસરની કાર્યવાહી માટે માંગ કરી છે.
એક મહિલા નું રીતે અપમાન અને બદનામ કરવાની હલકી માનસિકતા સામે લોકો માં ભારે રોષ જોવા મળ્યો હતો.
