બંધારણ દિન પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદીએ ગુરુવારે ઓલ ઈન્ડિયા પ્રેસાઈડિંગ ઓફિસર્સની કોન્ફરન્સ દરમિયાન વન નેશન-વન ઈલેક્શનની જરૂરિયાત ઉપર ભાર મુક્યો હતો.ગુજરાતમાં કેવડિયામાં યોજાયેલી ઈવેન્ટમાં મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા જોડાયા હતા . વડાપ્રધાને કહ્યું કે, મુંબઈ હુમલાના ઘા ભારત ભૂલી નહીં શકે. નવું ભારત નવી રીતી-નીતિ સાથે આતંકવાદનો મુકાબલો કરી રહ્યું છે. આતંકને જડબાતોડ જવાબ આપનારા આપણા સુરક્ષાદળોને પણ વંદન કરું છું.
મોદીએ વન નેશન, વન ઈલેક્શન ને જરૂરી ગણાવતા કહ્યું કે, ડિઝીટાઈઝેશનનો સમય આવી ગયો છે. પીઠાસીન અધિકારી તેને વિચાર કરશે તો ધારાસભ્યોને સરળતા રહેશે. હવે આપણે પેપરલેસ પદ્ધતિઓ પર ભાર આપવો જોઈએ. બંધારણ સભા આ વાત અંગે એકમત હતી કે ભારતમાં ઘણી વાતો પરંપરાથી સ્થાપિત થશે. વિધાનસભામાં ચર્ચાથી વધુમાં વધુ લોકો કેવી રીતે જોડાયા, તેના માટે પ્રયાસ થવા જોઈએ. જે વિષયની ગૃહમાં ચર્ચા થાય, તેનાથી સંબંધિત લોકોને બોલાવવામાં આવે. મારી પાસે તો સૂચન છે, પણ તમારી પાસે અનુભવ છે.
ઈમરજન્સીના સમય પછી વિધાનસભા, ન્યાયતંત્ર અને કારોબારી ઘણું બધું શીખીને આગળ વધ્યા છે.કોરોના કાળમાં ભારતની 130 કરોડની જનતાને પરિપક્વતાનો પરિચય આપ્યો છે. આ દરમિયાન સંસદના બન્ને ગૃહોમાં નક્કી સમય કરતા વધુ કામ થયું છે. સાંસદોએ વેતનમાં ઘટાડો કરીને પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
કોરોનાના સમયમાં આપણી ચૂંટણી પ્રણાલી પણ દુનિયાએ જોઈ છે. સમય પર પરિણામ આવવા અને નવી સરકાર બનવી એટલું સરળ નથી. બંધારણ પાસેથી મળેલી શક્તિ તેને સરળ બનાવે છે. આવનારા સમયમાં બંધારણ 75માં વર્ષ તરફ વધી રહ્યું છે. એવામાં વ્યવસ્થાઓને સમયના હિસાબથી બનાવવા માટે આપણે સંકલ્પિત ભાવથી કામ કરવું પડશે. સંકલ્પને સિદ્ધ કરવા માટે વિધાનસભા, કારોબારી અને ન્યાયતંત્રએ એક સાથે મળીને કામ કરવાનું છે. આમ બંધારણ દિવસ ઉપર તેઓએ વન નેશન વન ઈલેક્શન ઉપર ભાર મુક્યો હતો
