દેશ માં ચૂંટણીઓ ની મૌસમ શરૂ થઈ ગઈ છે ત્યારે બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર આજથી 12 અને 13 ઓક્ટોબરના રોજ પ્રથમ તબક્કા માટે ચૂંટણી પ્રચારના અભિયાન ના મંડાણ કરશે,નીતિશ કુમાર વર્ચ્યુઅલ રેલી દ્વારા 35 વિધાનસભા બેઠક પર લોકો સાથે જનસંપર્ક કરશે. આજે તા. 12 તારીખે સાંજે નીતિશ કુમાર વર્ચ્યુઅલ રેલી કરશે તેમાં છ જિલ્લાની 11 બેઠક પર મતદાતાઓનો સંપર્ક કરશે.
બાદ માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નીતિશ કુમાર ની પણ સંયુક્ત રેલીઓ ના આયોજન કરાયા છે પણ હજુ તારીખ નક્કી કરાઇ નથી પણ ત્રણ તબક્કા માં પીએમ નરેન્દ્ર મોદી અને નીતીશ કુમાર કુલ 12 રેલીઓને સંબોધન કરે તેવી શકયતા છે.
આ અંગેની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવી શકે છે.
જય પ્રકાશ જયંતિ પર બિહારમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ કહ્યું હતું કે દેશમાં નરેન્દ્ર મોદી અને બિહાર નીતિશ કુમારના હાથમાં સુરક્ષિત છે. આમ હવે ચુંટણીઓ ના પ્રચાર નું કાર્ય શરૂ થઈ ચૂક્યું છે.
