ભારતની પ્રથમ બુલેટ ટ્રેન 2023 માં શરૂ થઈ જવાની ધારણા છે. આ બુલેટ ટ્રેન અમદાવાદથી વાપીનું અંતર માત્ર સવા કલાક માજ પુરૂ કરશે. સૂત્રો ના જણાવ્યા મુજબ પ્રથમ તબક્કા માં અમદાવાદથી વાપી સુધીના રેલવે-ટ્રેકનું કામ પૂર્ણ થતાં જ બૂલેટ ટ્રેન શરૂ કરી દેવાશે. ત્યાર બાદ મહારાષ્ટ્ર સુધી લંબાવાશે.
અમદાવાદ અને મુંબઇ વચ્ચે દોડનારી ભારતની પહેલી બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે જાપાન સરકારે 0.1 ટકાના વ્યાજ દરે 79000 કરોડ રૂપિયાની લોન આપી છે. આ લોનની સંપૂર્ણ અવધિ 50 વર્ષની રાખવામાં આવી છે અને મોરેટોરિયમ પિરિયડ 15 વર્ષનો રહેશે.
બુલેટ ટ્રેન માં અમદાવાદથી મુંબઇ માત્ર 2 કલાક માં જ પહોંચી શકાશે. આ પ્રોજેક્ટમાં ખર્ચનો મોટો ભાગ જાપાન સરકારનો છે. 1.08 લાખ કરોડના ખર્ચે તૈયાર થઇ રહેલી બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે ગુજરાતમાં 100 ટકા જમીન સંપાદન થઇ ચૂકી છે અને એની કામગીરી એલએન્ડટી કંપનીને સોંપવામાં આવી છે, જેમાં ઝડપ આવવાથી બુલેટ ટ્રેનમાં 2023 સુધીમાં મુસાફરો સફર કરી શકશે.
ગુજરાતના આઠ જિલ્લાનાં 197 ગામમાંથી બુલેટ ટ્રેન પસાર થવાની છે. આઠ સ્થળે અદ્યતન સ્ટેશન બનાવવામાં આવશે. બુલેટ ટ્રેનના કુલ 508.17 કિલોમીટરના કોરિડોરમાંથી 155.76 કિલોમીટર લાંબો કોરિડોર મહારાષ્ટ્રમાંથી પસાર થાય છે, જ્યારે ગુજરાતમાં 248.04 કિલોમીટર અને દાદરા અને નગરહવેલીમાં 4.3 કિલોમીટરનો કોરિડોર છે. આમ ન્યુ જનરેશન માં બુલેટ ટ્રેન માટે ઉત્સુકતા જોવા મળી રહી છે, જે રેલવે માં આજની પેઢી માટે આધુનિક ટ્રેન હશે.
