મહારાષ્ટ્ર માં કોરોના એ કાળો કેર વર્તાવ્યો છે અને ચાઈના કરતા મહારાષ્ટ્ર માં વધુ કેસો નોંધાયા ની વાતો વચ્ચે ગુજરાત ની વાત કરવામાં આવે તો ગુજરાત માં પણ છેલ્લા એક મહિનાથી કોરોના કાબૂ બહાર જઇ રહ્યો છે. અને દરરોજ 300થી વધુ કેસ તેમજ 30થી વધુ લોકોના મોત થઇ રહ્યા છે. ત્યારે હવે ડિસ્ચાર્જની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. અત્યારસુધીમાં કુલ 21,554 કેસમાંથી 14,743 દર્દી ડિસ્ચાર્જ થયા છે. ગઈકાલે રાજ્યમાં 24 કલાકમાં 510 નવા કેસ તેમજ 34ના મોત નોંધાયા છે. લોકો ચેપ લાગવાના ભય વચ્ચે પણ બે પૈસા ઉભા કરી ખર્ચ કાઢવા મથામણ કરી રહ્યા છે કારણ કે ત્રણ મહિના ઘર માં રહ્યા બાદ એક સાથે ચારે તરફ થી ઉઘરાણી ચાલુ થતા લોકો માર્કેટ માં કઈક ને કઇક કામ શોધી રહ્યા છે અને વેપારીઓ ધંધા ચાલુ કરી ગ્રાહકો ની રાહ જોઈ રહ્યા છે, લોકો ના નોકરી ના સ્થળે થી પગાર છૂટતા નથી માલિકો લોકડાઉન ના બહાના બતાવી રહ્યા છે આમ જનતા પરેશાન છે ત્યારે આ બધા વચ્ચે વધતા જતા કોરોના ના રોગચાળા ને લઇ ચિંતા નો માહોલ પણ છે.જોકે બુદ્ધિજીઓ ના માટે મહામારી સમયે આવી સ્થિતિ ઉભી થાય છે પણ તે કાયમી નથી તેથી હતાશ થવાને બદલે હિંમત થી કામ લો એક દિવસ જરૂર આ મુશ્કેલીઓ નો અંત આવશે ,હાલ માં
રાજ્યમાં નવા નોંધાયેલા કોરોના ના કેસની વિગતો માં અમદાવાદમાં 343, સુરતમાં 73, વડોદરામાં 35, ભાવનગરમાં 8, ખેડામાં 6, રાજકોટમાં 5, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, આણંદ, સુરેન્દ્રનગરમાં 4-4, ગાંધીનગર, કચ્છ, જામનગર, ભરૂચ, જૂનાગઢ, પોરબંદર, મોરબીમાં 2-2, પંચમહાલ, પાટણ, છોટાઉદેપુરમાં 1-1 અને અન્ય રાજ્યમાં 3 કેસ નોંધાયા છે. આમ રોજબરોજ કોરોના ના કેસો માં ઉછાળો આવી રહયો છે બીજી વાસ્તવિકતા એ પણ છે કે લોકો જો ઘરમાં પુરાઈ રહે તો ખર્ચ કઈ રીતે કાઢી શકે ની સુડી વચ્ચે સોપારી જેવી સ્થિતિ માં લોકો આમતેમ દોડાદોડી કરી રહ્યા છે.
