રાજ્યમાં નવું શૈક્ષણિક સત્ર સોમવાર,13 જૂનથી શરૂ થઇ રહ્યું છે ત્યારે અસહ્ય મોંઘવારી વચ્ચે વાલીઓ અન્ય ખર્ચ ઉપર કાપ મૂકી બાળકોના યુનિફોર્મ, પુસ્તકો સહિતની વસ્તુઓ ખરીદવા મજબૂર બન્યા છે.
સ્કૂલ ફીના વધારા બાદ યુનિફોર્મ સહિતની વસ્તુઓમાં 35થી 40 ટકાના વધારો થયો છે હવે સીએન્જીના ભાવ વધતા સ્કૂલ વેનમાં ભાડાં વધારવાની વાત આવતા વાલીઓ ચિંતામાં મુકાયા છે.
ફૂલ યુનિફોર્મ 2 વર્ષ પહેલાં 900માં મળતા હતાં તેના હવે 1300 રૂપિયા સુધીના ભાવ વસુલાય રહ્યાં છે. કાપડ અને ટેલરિંગના દરો વધતાં યુનિફોર્મના ભાવ 2020ની તુલનાએ 40 ટકા વધ્યા હોવાનું વેપારીઓ જણાવી રહયા છે.
સ્ટેશનરીમાં 30 ટકાનો ભાવ વધારો થયો છે.
પ્લાસ્ટિક રો મટીરિયલના ઊંચા ભાવ અને જીએસટી દરમાં વધારો થતાં સ્કૂલ શૂઝના ભાવમાં પણ 30થી 35 ટકાનો વધારો થયો છે.
કોરોના બાદ દરેક પ્રકારે મોંઘવારી વધી છે.ઘરના અન્ય ખર્ચમાં કાપ મુકીને પણ બાળકોનું ભણતર ન બગડે તેની મજબુરીએ મોંઘી ચીજવસ્તુઓ ખરીદવા લોકો મજબૂર છે.
આમ બેફામ મોંઘવારી અને તેની સામે આવક નહિ હોવાથી લોકો મૂંઝાઈ ગયા છે.