બોરસદ પંથકમાં 12 ઈંચ કરતા વધુ ખબકેલા વરસાદને પગલે ભારે તારાજી થઈ છે ,બોરસદ શહેર અને તાલુકાના નીંચાણવાળા ગામોમાં ગળાડૂબ પાણી ભરાઈ ગયા હતા અનેક પશુઓ તણાઇ ગયા છે,હજુપણ સાત જેટલા ગામો સંપર્ક વિહોણા બન્યા છે.
મુખ્યમંત્રી ભુપેદ્ર પટેલે સ્થાનિક વહીવટી વિભાગ સાથે પુર સ્થિતિ માટે સમીક્ષા કરી હતી.
કંસારી ગામે સંજય પટેલનું તણાઈ જવાથી મોત થયું છે જ્યારે સિસ્વા ગામમાં કિશન સોલંકી નામનો યુવાન લાપત્તા થયો છે.
સીસવા ગામે 380 લોકોનું રેસ્કયુ કરાયું છે.
અસરગ્રસ્ત લોકોને ગામની હાઈસ્કૂલમાં અને પટેલ વાડીમાં આશરો અપાયો છે.
બચાવ કામગીરી એન.ડી.આર.એફ.ની ટીમ જહેમત ઉઠાવી રહી છે.
ચારે તરફ ભારે તારાજી જોવા મળી છે.ભાદરણ માં પણ પાણી ભરાયા છે અહીં પણ 250 થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા.
રાત્રે ભારે વરસાદ પડતાં સિસ્વા ગામમાં પુર આવતા ઇન્દિરા કોલોનીના 70થી વધુ મકાનોમાં પાણી ઘુસી ગયા હતા, અહીં 3 ફૂટ કરતા પણ વધુ પાણી ભરાતા લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો, 20 કલાક બાદ પણ પાણીનો નિકાલના થતા અને ફરી વરસાદ પડતા સ્થાનિકો ભયભીત બન્યા છે.
અહીં રેસ્કયુ ટીમ સતત જહેમત ઉઠાવી રહી છે.
તંત્ર એલર્ટ છે અને લોકોને સલામત સ્થળે લઈ જવા કાર્યવાહી શરૂ કરી છે.