કોરોના એ દુનિયા માં હાહાકાર મચાવ્યો છે ત્યારે હવે બ્રિટનમાં કોરોના વાઈરસનો નવો સ્ટેરન VUI-202012/01 જોવા મળતા દુનિયાના અન્ય દેશો ભયભીત બન્યા છે આ વાયરસ ઘણો સંક્રમિત ગણાવવામાં આવી રહ્યો છે. ભારત સહિત 13 દેશો એ બ્રિટન જતી આવતી ફ્લાઈટ્સ જ બંધ કરી દીધી છે.
બ્રિટનમાં કોરોના વાઈરસના બદલાતા રૂપ(મ્યુટેટેડ વેરિએન્ટ)થી સ્થિતિ બગડી છે, બ્રિટનમાં સ્થિતિ બગડવાના કારણે લંડન અને અન્ય ઘણા ભાગમાં ફરી લોકાઉન લગાવવું પડ્યું છે,
ત્યારે ભારતે UKથી આવનારી ફલાઈટ્સ પર 22થી 31 ડિસેમ્બર સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. UKમાં વાઈરસ વધુ ઘાતક બનવાની ભીતિને પગલે અમદાવાદ એરપોર્ટ પર UKની ફ્લાઈટમાં આવતા કે UK થઈને આવતી ફ્લાઈટમાં આવતા તમામ મુસાફરો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ મુસાફરોએ ફરજીયાત RT-PCR ટેસ્ટ કરાવવો પડશે. ટેસ્ટ પોઝિટિવ આવે તો ક્વોરન્ટીન થવું પડશે માત્ર એટલું જ નહીં, ટેસ્ટ નેગેટિવ આવે તો પણ 7 દિવસ ક્વોરન્ટીન થવું પડશે.
દેશમાં 22 ડિસેમ્બરના રાતના 12 વાગ્યા સુધીમાં આવનારી UKની ફ્લાઈટના તમામ મુસાફરોએ RT-PCR ટેસ્ટ કરાવવો પડશે. ત્યાર બાદ તમામ ફ્લાઈટ્સ બંધ થઈ જશે. આ પ્રતિબંધ 31 ડિસેમ્બર સુધી લાગુ રહેશે.
