કચ્છના ભચાઉમાં 2.9 તિવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો.
કચ્છમાં વારંવાર ભૂકંપના આચંકા આવી રહયા છે ત્યારે ફરી એકવાર વધુ ભચાઉમાં ધરતીકંપના આંચકા અનુભવાયા હતા.
ભચાઉમાં 2.9 તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. જેનું કેન્દ્રબિંદુ ભચાઉથી 13 કિમી દુર નોંધાયુ છે.
જોકે કોઈ નુક્શાનના અહેવાલ નથી.
રિએક્ટર સ્કેલ પર 2.0 થી ઓછી તીવ્રતાવાળા ભૂકંપને માઇક્રો શ્રેણીમાં રાખવામાં આવે છે.
મતલબ કે આ પ્રકારના ભૂકંપની તીવ્રતા એટલી ઓછી રહે છે કે લોકોને તેનો અનુભવ થતો નથી.
તે માત્ર અત્યાધુનિક સિસ્મોમીટરથી જ શોધી શકાય છે. 2.0 થી 2.9 ની તીવ્રતાના ભૂકંપો ગૌણ શ્રેણીમાં આવે છે. 3.0 થી 3.9 સુધીની તીવ્રતાના આંચકામાં કોઈપણ પ્રકારના નુકસાનની શક્યતા નહિવત છે.