ભરૂચ નજીક આવેલા નિકોરા ફાર્મ હાઉસમાં ભાજપના ચાર આગેવાનોએ સંગઠનના નામે બે મહિલાઓ ને ફાર્મ હાઉસમાં લઇ જઈ દારૂ પીને મરઘી ની મિજબાની માણ્યા બાદ મહિલા ઉપર બળાત્કાર કર્યો હોવાના વહેતા થયેલા લેટર બોમ્બને લઈ ભારે હોબાળો મચી ગયો છે.
પીડિત મહિલા ઈજ્જત જવાની બીકે ફરિયાદ કરવાનું ટાળ્યું હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે પરંતુ જો લેટરમાં જે નેતાઓના નામો જણાવવામાં આવ્યા છે તેઓના મોબાઇલ ટ્રેસ કરવામાં આવેતો આગળ તપાસ થઈ શકે અને પીડિત મહિલાના નિવેદન અને મેડીકલ ચેક થાયતો આ નેતાઓની અસલિયત બહાર આવી શકે તેમ હોવાનું કહેવાય છે.
આ વિસ્તારમાં નિકોરા વાસીઓમાં પણ આ વાત ભારે ચર્ચાનો વિષય બની છે.
ચૂંટણીઓ અગાઉ ભાજપના આ નેતાઓએ બે મહિલા પૈકી એક મહિલા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ કર્યું હોવાની વાતે ભારે સનસનાટી મચાવી દીધી છે.
ફાર્મ હોઉસમાં થયેલા આ કથિત કાંડ મામલે ઉપરી નેતાઓને ફરિયાદ કરતા તેઓએ પણ આ વાત ગંભીરતાથી લીધી નહિ હોવાનું કહેવાય છે.
આ મેટર દબાવવા માટે જવાબદાર આગેવાનોએ ભારે ધમપછાડા ચાલુ કરી દીધા છે જોકે,પીડિત મહિલાના નજીકના કોઈ સબંધીનાં ઉલ્લેખ વાળા લેટરમાં તપાસની માંગ કરવા જણાવવામાં આવી રહ્યું છે.
સત્યડે માં આ નેતાઓના નામો ખુલ્લા પાડવામાં આવશે અને તે માટે જરૂરી ડોક્યુમેન્ટ હાથ લાગ્યા બાદ આ નેતાઓના નકાબ ચીરવામાં આવશે,
પરંતુ જે સત્ય છે તેને બહાર લાવવાનું કામ જેતે વિભાગનું છે અને અપરાધિઓને કાયદો બતાવવા આગળ આવવા માટે માંગ ઉઠવા પામી છે.
ભરૂચ પંથકમાં ચૂંટણી અગાઉ લેટર બૉમ્બ નો મારો ચાલુ થતા આ પ્રકરણમાં સાચું શુ છે તે વાત બહાર આવવી જરૂરી છે અન્યથા ભાજપની છબીને નુકશાન થઈ શકે છે તેથી ભાજપ પ્રદેશ દ્વારા આ પ્રકરણમાં તપાસ કરી સત્ય બહાર લાવવામાં આવે તે જરૂરી બન્યું છે.
