ગુજરાતમાં રાજકીય માહોલ સતત કોઈને કોઈ વાતે ચર્ચા માં રહ્યા કરે છે ત્યારે ફરી એકવાર હાર્દિક પટેલ ફેસબુક પોસ્ટથી ચર્ચામાં આવ્યો છે. હાર્દિક પટેલે જે ફેસબુક પોસ્ટ કરી છે તેમાં તે યુવતીના ચહેરામાં મોર્ફ કરવામાં આવ્યો છે. હાર્દિકે તસવીર શૅર કરીને ભાજપના આઈટી સેલ પર પ્રહાર કર્યા છે જેની ખાસ્સી ચર્ચા ઉઠી છે. આ ફોટા શેર કર્યા બાદ હાર્દકે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે
મને આ ચિત્ર સાથે કોઈ વાંધો નથી. મારા માટે આ સન્માનની વાત છે. મહિલા તો માં દુર્ગા અને રાણી લક્ષ્મી બાઈ પણ છે.
ભાજપનો આઇટી સેલ મહિલાને એટલી બધી નફરત કરતા હશે કે મારા ચહેરા પર પણ તે એક સ્ત્રીને જુએ છે. તેની કલ્પનામાં સ્ત્રી બનવું એ પાપ લાગે છે. મહિલાઓને પણ ખબર હોવી જોઈએ કે ભાજપનો આઇટી સેલ મહિલા ને કેટલી નફરત કરે છે. ભાજપના માણસોએ કેવો સરસ ફોટો બનાવ્યો છે. હું એક છોકરીના રૂપમાં પણ આટલો સુંદર હોઈશ એની મને ખબર જ ન હતી. તમારો આભાર. જેને પણ આ ફોટો બનાવ્યો છે તે વ્યકતિ પોતાની માં-બહેન ને પસંદ કરતો હશે કે નહિ ? તે પણ સવાલ છે તેમ ઉમેર્યું હતું.
આઇટી સેલવાળા આ તસવીરમાં પોતાની માતા, બહેન, ભાભી અને પત્ની જોઈ શકે છે. તમામ મહિલાઓને આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમે મને હેપ્પી વુમન ડે ની શુભેચ્છા પાઠવી શકો છો..! હું સુંદર લાગુ છું ને બસ.
છેલ્લે એટલું જ કહીશ કે ફોટા પાછળ જે મહેનત કરો છો એ મહેનત પોતાના અધિકારની લડાઈ લડવા માટે કરી હોત તો કદાચ આજે બેરોજગારી ની જે સમસ્યા છે તે ન હોત તેમાં વધુ ધ્યાન આપવાની જરૂર છે.
