જામનગરમાં વિધાનસભાની ચૂંટણી (Assembly Election 2022) પહેલા ભાજપ-કોંગ્રેસ વચ્ચે જામ્યું છે. જામનગરના જાહેર દીવાલો પર ભાજપ દ્વારા કમળની બનાવેલી પ્રતિકૃતિની પાસે જ કોંગ્રેસે પેટ્રોલ પંપ દોરીને 55 રૂપિયાનું પેટ્રોલ ભાજપ 100 માં વેચતુ હોવાનો ઉલ્લેખ કરી મોંઘવારી વધારનાર ભાજપા પર સીધું જ નિશાન તાક્યું છે
જામનગરમાં ભાજપ – કોંગ્રેસનું પ્રચાર યુધ્ધ શરૂ થયું છે અને શહેરનાક્રિકેટ બંગલાની દીવાલ પર ભાજપે કમળની આકૃતિ ચિતરાવતા કોંગ્રેસે વિરોધ વ્યક્ત કરી કમળની આકૃતિની પાસે પેટ્રોલમાં વધેલા ભાવનું લખાણ કર્યું છે જેમાં 55 વાળા પેટ્રોલના 100 કરનાર ભાજપનું લખાણ કરી વિરોધ પ્રદર્શિત કરાયો.
આ અગાઉ પણ જામનગરના જાહેર દીવાલો પર ભાજપ દ્વારા કમળની બનાવેલી પ્રતિકૃતિની પાસે જ કોંગ્રેસે ગેસનો બાટલો દોરીને મોંઘવારીનો ઉલ્લેખ કરી ભાજપા પર સીધું જ નિશાન તાક્યું હતું ત્યારે ભાજપ દ્વારા આ બાટલા ઓના ચિત્રો હટવવા માટે પેઈન્ટરને મોકલ્યા હતા ત્યારે પણ કોંગ્રેસ પ્રમુખેના ભાજપના નિશાનની બાજુમાં બનાવાયેલ બાટલાના ચિત્ર હટાવતા પેઈન્ટરને ખદેડી મુક્યા હતા. જેથી ચૂંટણી પહેલાં જ ભાજપ કોંગ્રેસ વચ્ચે પોસ્ટર યુદ્ધ જામ્યું છે. અગાઉ ગેસ સિલિન્ડરના ભાવ વધારા માટે પણ 350 ના ભાવના 950 કરનાર એવો કટાક્ષ સાથેનું પેઇન્ટિંગ અને
તેલના ડબ્બાનું ચિત્ર મુકીને ભાવ લખવામાં આવ્યા હતા ડીસીસી હાઇસ્કુલની દિવાલ પર ચિત્રો જોવા મળ્યા હતા, આમ ખાદ્યતેલો, ગેસનો બાટલો,પેટ્રોલમાં બેફામ ભાવ વધારા સામે કોંગ્રેસ દ્વારા આ રીતે વિરોધનો વ્યુહ અપનાવવામાં આવતા જામનગરમાં ચૂંટણી અગાઉ રાજકારણ ગરમાયુ છે.