મહેસાણા પાસેના કડીમાં ભાજપના કાઉન્સિલર કલ્પેશ નાયકે ઘરમાં જુગારધામ ચાલુ કર્યું હોવાની બાતમી મળતા પોલીસે રેડ કરી 18 જુગારીઓને જુગાર રમતા રંગેહાથ ઝડપી લઈ રૂ.13 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
વિગતો મુજબ કડી ટાઉનના નવાપુરા ખાતે રહેતા ભાજપના નગરસેવક કલ્પેશ નાયક ઉર્ફે કપ્પુના ઘરમાં જુગારધામ ચાલતું હોવાની એસઓજીના હેડ કોન્સ્ટેબલ દિલીપ ચૌધરીને મળેલી ખાનગી બાતમી આધારે પીઆઇ ભાવેશ રાઠોડ અને પીએસઆઇ વિનોદસિંહ રાઠોડની ટીમે મકાનને ચારે તરફથી ઘેરી લઈ જુગારધામ ઉપર રેડ કરતા 18 જુગારીઓ જુગાર રમતા હોવાના લાઈવ દ્રશ્યો જોવા મળ્યા હતા પોલીસે સ્થળ ઉપરથી રૂ.25 હજાર રોકડા, બે ગાડી સહિત રૂ.13 લાખના મુદ્દામાલ સાથે તમામ જુગારીઓની ધરપકડ કરી હતી.
જુગાર રમતા ઝડપાયેલા18માં 7 મહેસાણાના, 4 અમદાવાદના, 3 શંખેશ્વરના હોવાનું સામે આવ્યુ છે.
–પોલીસે ઝડપેલા જુગારીઓ ની યાદી–
1.કલ્પેશ અરવિંદભાઈ નાયક ઉર્ફે કપ્પુ રહે.કડી
2.ચંદ્રકાંત ખેમચંદભાઈ જીવનાની રહે.અમદાવાદ
3.પટેલ ચિરાગ નરેન્દ્રભાઇ રહે.અમદાવાદ
4.ઝાલા જગુભા પોપટસિંહ રહે.મહેસાણા
5.કુરેશી ઈબ્રાહીમ મલુકભાઈ રહે.જૈનાબાદ
6.પરમાર રાજીવ ગણપતભાઈ રહે.અમદાવાદ
7.કુરેશી મહેબુબ અલ્લારખા રહે.જૈનાબાદ
8.ઠાકોર ભરતજી કનુજી રહે.શંખેશ્વર
9.ઠાકોર બેચરજી બચુજી રહે.શંખેશ્વર
10.મલેક મુખત્યાર મહેબુબખાન રહે.વિરમગામ
11.ઝાલા દાદુજી બાલજી રહે.શંખેશ્વર
12.ઠાકોર જયંતીજી મંગાજી રહે.મહેસાણા
13.ઇમરાન રફિકભાઈ શેખ રહે.મહેસાણા
14.અશફાક અજીજભાઈ શેખ રહે.મહેસાણા
15.ઠક્કર કેયુર પ્રકાશભાઈ રહે.અમદાવાદ
16.પ્રજાપતિ રાજીવ રમેશચંદ્ર રહે.મહેસાણા
17.ફરીદખાન ગુલાબખાન પઠાણ રહે.મહેસાણા
18.મીર અલીયારખાન જીવણખાન રહે.મહેસાણા નો સમાવેશ થાય છે.
આ ઘટનાને પગલે ભારે ચકચાર મચી જવા પામી હતી કારણકે જે મકાનમાં જુગાર રમાતો હતો તે ભાજપના કાઉન્સિલર હોય અને તેમના મકાનમાં રેડ પડતા ભારે ચર્ચા જાગી હતી.