રાજ્યમાં હવે આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે ચૂંટણી અગાઉ પ્રચાર યુદ્ધ શરૂ થઈ ગયું છે ત્યારે વડોદરાની મુલાકાત દરમિયાન કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે આમ આદમી પાર્ટી ઉપર આકરા પ્રહાર કર્યા હતા તેઓએ અરવિંદ કેજરીવાલને અર્બન નક્સલી કહ્યા હતા.
મહત્વનું છે કે AAPના નેતા ગોપાલ ઇટાલિયાએ ભાજપના નેતા હર્ષ સંઘવીને ‘ડ્રગ્સ સંઘવી’ કહ્યા બાદ દેવુંસિંહે આપ ના નેતા અરવિંદ કેજરીવાલ ને અર્બન નક્સલી ગણાવ્યા હતા.
ભાજપના નેતા અને કેન્દ્રિય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણ વડોદરામાં ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળના લોકહિત કાર્યો તથા બાળકો માટે આયોજીત ચિત્ર સ્પર્ધાના કાર્યક્રમમાં હાજર રહ્યા તે સમયે તેઓએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, કેજરીવાલ અર્બન નક્સવાદીઓનું ટોળું છે જેમાં મેધા પાટકર પણ છે, જેઓએ નર્મદા વિરોધી આંદોલનો કર્યા હતા.
ભાજપના રાજમાં આદિવાસીઓ ની વિકાસ થયો છે, આદિવાસી વિસ્તારોમાં 35 ટકા લોકો પોતાનું ટુ-વ્હિલર ધરાવે છે અને વ્યવસાય ધરાવે છે. 56 ટકા આદિવાસીઓના તો પાકા ઘર છે.
દેવુસિંહે કહ્યું હતું કે વિરોધીઓએ એવી કલ્પનાઓ રજૂ કરીને બતાવી હતી કે આદિવાસીઓની સંસ્કૃતિ નાશ પામશે. આદિવાસીઓ શહેરમાં જશે તો ઝૂંપડપટ્ટીમાં રહેશે પરંતુ તેના બદલે આજે એ જ આદિવાસી સુખી થયો છે. અને એ સુખી થવાનું કારણ નર્મદા પ્રોજેક્ટ છે. ત્યારે નર્મદા વિશે લોકોને ગેરમાર્ગે દોરનાર મેધા પાટકર અને આખી આણી મંડણી, કેજરીવાલ ગુજરાતમાં આવ્યા છે. ગુજરાતના લોકો સમજુ છે અને જાકારો આપશે,
ડિસેમ્બરમાં જ્યારે ચૂંટણીના પરિણામ આવશે ત્યારે એ લોકોને ખબર પડશે કે તેઓનું ગુજરાતમાં ઉપજવાનું નથી.