વડોદરા નજીક આવેલા કરજણ ટોલનાકા ઉપર ટોલ ચૂકવવા મામલે બબાલ થતાં ભાજપના અગેવાને કર્મચારીને માર મારતા ભારે દોડધામ મચી હતી, ભાજપ યુવા મોરચાના પ્રમુખની આ દાદાગીરીના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ જવા પામ્યા છે. વિગતો મુજબ ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રવીણસિંહ અટાલિયાને કર્મચારી સાથે બબાલ થતાં ટોલનાકા ઉપર જ કર્મચારીને માર પણ મારવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
યુવા મોરચાના પ્રમુખ અને તેમના ભાઈએ કર્મચારીને માર માર્યો હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે. જેમાં ટોલનાકા પર કર્મચારી સાથે બબાલ થઈ હતી.
ટોલનાકા પર લેવામાં આવતા કોઈ પણ પ્રકારના ચાર્જ વગર કાર પાસ કરાવવા બાબતે દાદાગીરી કરી હતી. તેઓની કાર સાથે અન્ય 5 ગાડીઓ પણ ટોલચાર્જ વગર પાસ કરાવી હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે,જોકે, આ ઘટના બાદ ટોલબૂથના કર્મચારીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.