રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી અને મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ ઉપર મહિલાના શારીરિક શોષણ મામલે ગંભીર આક્ષેપ લાગ્યા છે, ખેડા જિલ્લા એસ.પી. કચેરી ખાતે મહેમદાવાદ તાલુકાના હલદરવાસ ગામના પૂર્વ સરપંચે કરેલી ફરિયાદ અરજીમાં મંત્રી પર આક્ષેપ કરતા કહ્યું છે કે તેઓ ધારાસભ્ય અને ભાજપ જિલ્લા પ્રમુખ હતા ત્યારે તેમણે સત્તાનો દુરુપયોગ કરીને પૂર્વ સરપંચની પત્ની પર દુષ્કર્મ આચરતા રહ્યા હતામીટિંગના બહાને જુદાં જુદાં સ્થળે દુષ્કર્મ આચરતા હતા,PM, SP, કમિશનરને લેખિતમાં અરજી કરી સમગ્ર હકીકત જણાવતા આ મેટરે ભારે ચકચાર જગાવી છે.
અરજદારે જણાવ્યું છે કે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી અને મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહે અરજદારની પત્નીને તાલુકા પંચાયતમાં સભ્ય બનાવી હતી જે બાદ તેનું શારીરિક શોષણ કરવાનું ચાલુ કર્યું હતુ અને બીજા પાસે મોકલીને પણ શોષણ કરાવડાવ્યું હતુ.
એટલું જ નહીં પણ કોરોના કાળ વખતે તો દોઢ મહિના સુધી અર્જુનસિંહે અરજદારની પત્નીને એક જગ્યા પર સતત સાથે રાખી હતી અને દુષ્કર્મ આચર્યું હતું.
જોકે આ અંગે અરજદાર ચિરાગ ના ધ્યાન પર વાત આવતા તે ચોંકી ઉઠ્યો અને તેણે પોલીસ ફરિયાદ કરવા તેની પત્નીને સમજાવી હતી પરંતુ કેબિનેટ મંત્રીના પાવર થી ગભરાયેલી પત્નીએ પોલીસ ફરિયાદ કરવાના બદલે ઘર છોડી ચાલ્યા જવાનું વધુ ઉચિત લાગતા તે છેલ્લા 2 મહિના અગાઉ ઘર છોડી પુના તરફ કોઈ ગામમાં જતી રહી હોવાનું અરજદાર ચિરાગે જણાવ્યું હતું.
પીએમ, પોલીસને કરેલી અરજીમાં પૂર્વ સરપંચના જે આક્ષેપો છે તેમાં ચોંકાવનારી વિગતો છે.
અરજદારે જણાવ્યા મુજબ 2015ના સમયગાળામાં અર્જુનસિંહ મારી પત્નીના સંપર્કમાં આવ્યા હતા. હોદ્દાનો પ્રભાવ બતાવીને મારી પત્નીનું શારિરીક શોષણ ચાલુ કર્યું હતું. આ બદકામમાં સરળતા માટે તેઓએ મારી પત્નીને તાલુકા પંચાયતની ટિકિટ આપીને તાલુકા પંચાયતની સભ્ય બનાવી હતી. પછી મીટિંગોના બહાને મારી પત્નીને મંત્રી અર્જુનસિંહ જુદા-જુદા સ્થળે બોલાવીને તેનું શારીરિક શોષણ કરતા. અર્જુનસિંહ ચૌહાણ યેનકેન પ્રકારે મારી પત્નીને દબડાવી બીજા વગદાર લોકો પાસે પણ મોકલતા હતા અને ત્યાં પણ મારી પત્નીનું શારીરિક શોષણ થતું. આવું સને 2016થી 2021 સુધી ચાલતા આ બાબત બહાર પડી જતા મારી પત્ની તથા બાળકો સમાજમાં ઊંચુ માથું રાખીને ફરી શકતા નથી. તથા મારી પત્નીને અર્જુનસિંહે એવી ધમકી આપી હતી કે આ વાત બહાર જશે તો તારા ફેમિલીને પૂરું કરાવી દઈશ,મારી પત્ની મને અર્જુનસિંહે કરેલા ખોટા કામ અને કરતૂતોની વાતો કહેતી હતી. જેથી મેં તેને પોલીસમાં ફરિયાદ કરવા સમજાવી પરંતુ મારી પત્નીને એવો ડર હતો કે જો તે ફરિયાદ કરશે તો અર્જુનસિંહ ચૌહાણ મંત્રી કક્ષાના નેતા હોવાથી મને તથા મારી પત્નીને નુકસાન પહોંચાડશે તેથી ફરિયાદ કરવાને બદલે ઘર છોડીને જતી રહી છે ત્યારે પોતાને ન્યાય અપાવવા અરજ કરવામાં આવતા ભારે સનસનાટી મચી ગઇ છે.