આગામી વિધાનસભાની ચૂંટણીઓ નજીક છે ત્યારે રાજકીય પાર્ટીઓ સક્રિય થઈ ગઈ છે તેવે સમયે
સાવલી, ડેસર અને વડોદરા ગ્રામ્યના યોજાયેલા ક્ષત્રિય રાજપૂત સમાજના મહાસંમેલનમાં ઉપસ્થિત રહેલા ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે જણાવ્યું હતું કે, આગામી વિધાનસભા ચૂંટણી 50 હજારથી ઓછા મતથી જીતુ તો વિજય સરઘસ નહીં કાઢું. બીજું કે 2022ની ચૂંટણી જીત્યા બાદ 2027ની વિધાનસભા ચૂંટણી નહીં લડું
કેતન ઇનામદારે કહ્યું હતું કે આગામી વિધાનસભા ચૂંટણીમાં 50 હજારથી વધુ મતથી જીતીને આશિર્વાદ લેવા આવવાનો છું. જો 50 હજારથી ઓછા મતથી જીતું તો તમારો કેતન ઇનામદાર વિજય સરઘસ નહીં કાઢે. કેતનભાઇએ કહ્યું કે એક લાખ મતથી જીત તો તમને સોંપી જનતાએ જીતડવાનો છે.
હુતો માત્ર ફોર્મ ભરીને જતો રહીશ તો પણ 50 હજાર મતથી જીતી જઇશ. દુશ્મનને હાર પહેરાવીશ પણ ગદ્દારોને નહીં બક્ષુ.