ભાજપ દ્વારા હાલ ઠેરઠેર તિરંગા રેલી નિકળી રહી છે ત્યારે મહેસાણાના કડીમાં નીકળેલી ભાજપની તિરંગા રેલી દરમિયાન ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ગાય માતાએ અડફેટમાં લેતા તેઓ ગબડી પડ્યા હતા અને નિતીન કાકા ને ઇજાઓ પહોંચતા સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા પડ્યા હતા.
કડીમાં નીકળેલી તિરંગા યાત્રામાં ભાજપના નીતિન પટેલ સહિતના નેતાઓ હાજર હતા તે દરમિયાન કરણપુર શાકમાર્કેટ પાસે અચાનક એક ગાય રોડ પર દોડી આવી હતી અને નીતિન પટેલને અડફેટે લીધા હતા પરિણામે તેઓને ઢીંચણના ભાગે ઈજાઓ પહોંચી હતી.
ઈજાગ્રસ્ત નીતિન પટેલને સારવાર અર્થે કડીની ભાગ્યોદય હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટના ને પગલે ભારે દોડધામ મચી હતી અને જોતજોતામાં આખા ગુજરાતમાં આ ખબર પહોંચી જતા તેઓના સમર્થકોના ખબર પૂછવા ફોન ચાલુ થઈ ગયા હતા અને મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ ખાતે ઉમટ્યા હતા.
