ગુજરાતમાં ‘અમને અમારો હક નહીં મળે તો છીનવીને લઈશું’….’પાટીદાર હિતની વાત કરનાર જ ગુજરાત પર શાસન કરી શકશે’ …!!
આ જાણીતો ડાયલોગ હાર્દિક પટેલનો હતો.
2015માં ભાજપની સામે પાટીદાર અનામત આંદોલનથી હાર્દિક પટેલનો ઉદય થયો અને હાર્દિકના એક ઈશારે લાખ્ખો પાટીદારો ઉમટી પડતા હતા તે હાર્દિક પટેલે ભાજપની ઊંઘ હરામ કરી દીધી હતી જેતે વખતે રાજકારણથી અલગ રહેવાની વાત કરનાર હાર્દિક પટેલ ત્યારબાદના ઘટનાક્રમમાં 2019ની લોકસભા ચૂંટણી અગાઉ કૉંગ્રેસમાં જોડાયા અને કાર્યકારી અધ્યક્ષપદ બની પણ ગયા પરંતુ કોંગ્રેસમાં જામ્યું નહી.
18મે 2022ના રોજ કૉંગ્રેસ છોડી અને
હવે ચિત્ર જુદુ છે અને ગુજરાતની 2022ની વિધાનસભાની ચૂંટણી અગાઉજ ત્યારે આખું ચક્ર બદલાઈ ગયું અને હાર્દિક પટેલ હવે ભાજપમાં જોડાઈ ગયા છે.
પાટીદાર અનામત આંદોલન દરમિયાન રાજકારણથી અલગ રહેવાની વાત કરનાર હાર્દિક પટેલ કૉંગ્રેસ અને હવે ભાજપમાં રાજકીય રીતે સક્રિય છે.
ગુજરાતના રાજકારણમાં હાલ કોંગ્રેસની પડતી ચાલી રહી છે. એક પછી એક ધારાસભ્યો, નેતાઓ કોંગ્રેસમાંથી વિદાય લઈ રહ્યાં છે. ત્યારે હાર્દીક પટેલ પણ કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થઈ ગયા છે.
2 જુલાઈ, 2022 ના રોજ ગુજરાત ભાજપના પ્રદેશાધ્યક્ષ સીઆર પાટીલ હાર્દિક પટેલને ઔપચારિક રીતે ભાજપમાં પ્રવેશ કરાવ્યો હતો.
હાર્દિક પટેલે કૉંગ્રેસ પર કેટલાક આરોપો લગાવ્યા હતા.તેમણે આરોપ લગાવ્યો કે, “આ 21મી સદી છે અને ભારત વિશ્વનો સૌથી યુવા દેશ છે. દેશના યુવાનો એક સક્ષમ અને મજબૂત નેતૃત્વ ઇચ્છે છે જે કોંગ્રેસમાં નથી.
ભાજપ સક્ષમ પાર્ટી છે અને નરેન્દ્રભાઈ મોદીજીના મજબૂત નેતૃત્વમાં આગળ વધવાની તક મળી હોવાની વાત કરી હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં ફરી પાટીદારોમાં છવાઇ જવા માટે હાર્દિક પટેલ હાલ રેડી પોઝીશનમાં છે અને હુકમ મળ્યે આગળ વધશે.
હાલતો ભાજપમાં જોડાઈને સેવા કરવા તેઓ તત્પર બન્યા છે અને પાટીદારોમાં ફરી લોકપ્રિય બનવા પ્રયાસો શરૂ કર્યા છે.