ગુજરાતમાં ચુંટણીઓ અગાઉ ભાજપ દ્વારા ધારાસભ્યોની કામગીરી મામલે નોન ગુજરાતી પત્રકારોની ટીમ પાસે ખાનગી સરવે કરાવ્યો હોવાની વાત મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી છે.આ ટીમે સૌરાષ્ટ્રમાં સરવે પૂર્ણ કરી દીધો છે. સૌરાષ્ટ્રની 48 બેઠકમાંથી ભાજપના 24 ધારાસભ્યોના કામનું રિપોર્ટ-કાર્ડ તૈયાર કરી દેવાયુ છે. આથી નિષ્ક્રિય ધારાસભ્યોનું રિપોર્ટ કાર્ડ તૈયાર થઈ ગયા છે જેથી ખાનગી સરવે ટીમનું રિપોર્ટ-કાર્ડ હાઇકમાન્ડ પાસે મોકલવા તખ્તો ઘડાઈ ગયો છે.
ભાજપે આગામી વિધાનસભાની ચૂંટણી માટે કોને ટીકીટ આપવી તે મુદ્દે તૈયારીઓ શરૂ કરાઇ છે, રાજકોટ જિલ્લામાં ભોપાલની ટીમે સરવે દરમ્યાન સ્થાનિક જનતા થી માંડી કાર્યકરો અને પત્રકારોનાં મત જાણ્યા હતા. રાજકોટ જિલ્લામાં 8 બેઠકોમાં ક્યાં ધારાસભ્યો ચૂંટણી લડશે અને ક્યાં ધારાસભ્યો ચૂંટણી નહીં લડે તે પાર્ટી નક્કી કરશે.
ખાનગી સરવેમાં ભાજપના કાર્યકરો, પત્રકારો, તબીબો, વકીલ, ચાની હોટલો, પાનના ગલ્લાઓ, રેસ્ટોરન્ટમાં, ધર્મસ્થાનો, સમાજના સંગઠનોને, મહિલા સંગઠનો ઉપરાંત કોલેજમાં વિદ્યાર્થીઓના મત જાણી ખાનગી ટીમે સરવે કર્યો છે. માત્ર ધારાસભ્યો જ નહીં પણ દરેક બેઠક ઉપર અન્ય દાવેદારોની પેનલ બનાવામાં આવી હતી. તે તમામના નામ જોગ સરવે કરવામાં આવ્યો છે. જેના આધારે હવે આગામી રણનીતી નક્કી થશે.