ગુજરાતમાં વિધાન સભા ની ચૂંટણીઓ ની તૈયારીઓ વચ્ચે જાણે કે શકીલ સક્રિય થયો હોય તેમ ભાજપ ના નેતા ની હત્યા માટે નું અંડરવર્લ્ડ કનેક્શન બહાર આવતા તંત્ર એલર્ટ થઈ ગયું છે અને છોટા શકીલ ગેંગના શાર્પ શૂટરને અમદાવાદ ATSની ટીમે કાલુપુર રિલિફ રોડ પરની હોટલ વિનસમાંથી ઝડપી પાડ્યા બાદ ખુલાસો થયો છે,આ શાર્પશૂટર છોટા શકીલ નો માણસ હોવાની વાત બહાર આવી હતી અને 2002માં ગુજરાતના ગૃહમંત્રી રહી ચૂકેલા ગોરધન ઝડફિયા સહિતના ભાજપના રાજકારણીઓ અન્ડરવર્લ્ડ ડોન છોટા શકીલના નિશાન ઉપર હોવાની વાત ખુલતા ભારે ચકચાર મચી છે તેના શૂટરો અમદાવાદમાં છુપાયા અંગે ફોન ઇન્ટરસેપ્શન બાદ બહાર આવતા ATS અને ક્રાઈમબ્રાન્ચની ટીમે ખૂંખાર આરોપીઓ ને દબોચી લીધા બાદ મનાય છે કે આ શખ્સો ઝડફિયાની હત્યા માટે પ્લાનિંગ કરી રહ્યા હતા. હાલ ઝડફિયા ગુજરાત ભાજપના નવા પ્રમુખ સી.આર.પાટીલ સાથે સૌરાષ્ટ્રના પ્રવાસે છે ત્યારે ઝડફિયા ઉપર હુમલો થવાની આશંકા હતી.
જો આરોપી ન પકડાયા હોત તો સી.આર.પાટીલ સાથેના સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન ઝડફિયા પર હુમલો થવાની શકયતા હતી
અત્રે નોંધનીય છે કે ગોરધન ઝડફિયા હાલ ગુજરાત ભાજપ પ્રમુખ સીઆર પાટીલ સાથે સૌરાષ્ટ્રના પ્રવાસે છે. તેઓ ગુજરાત ભાજપના ઉપપ્રમુખ પણ છે. ઝડફિયા 2002માં ગુજરાતમાં કોમી તોફાનો થયા ત્યારે ગૃહરાજ્યમંત્રી હતા. તેઓ ભાજપના ફાયર બ્રાન્ડ નેતા છે અને વર્ષોથી રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ સાથે સંકળાયેલા હોઈ એક હિન્દુ નેતા તરીકેની છાપ ધરાવે છે તેઓ નીકારકિર્દીની શરૂઆત વિશ્વ હિન્દુ પરિષદથી શરૂ થઈ હતી. તેઓ 1995થી 97 અને 1998થી 2002 સુધી ધારાસભ્ય પદે રહ્યા હતા, વર્ષ 2019માં લોકસભાની ચૂંટણીમાં તેમણે ઉત્તર પ્રદેશના પ્રભારી તરીકેની મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી હતી આમ તેઓ ને નિશાન બનાવી છોટા રાજન ભાજપ માં પોતાની ધાક ઉભી કરવાનો મનસૂબો ધરાવતો હોવાનું મનાય રહ્યું છે અને યોગાનુયોગ ગીર સોમનાથ માં સીઆર ના સ્વાગત કાર્યક્રમ માં ફૂલ ની પાંદડી ઉડાડતી વખતે ફટાકડો ફૂટતાં સીઆર ના મોઢાના ભાગે અને આંખ માં ઇજા થતાં ભારે ટેંશન જોવા મળ્યું હતું.
