કોરોનાના કપરાં કાળમાં આજે સુરેન્દ્રનગર ના હળવદની સરકારી હોસ્પિટલ ખાતે એક કાર્યક્રમમાં સુરેન્દ્રનગરના સાંસદ પહોંચ્યા બાદ ત કાર્યક્રમ શરૂ થઈ જતા ભાજપના હળવદના ધારાસભ્ય સાબરીયા પહોંચ્યા ન હોવાથી તેના સમર્થકો પૂર્વ મંત્રી જયંતિ કવાડીયાના સમર્થકો વચ્ચે ઝપાઝપી થઈ હતી
કોંગ્રેસ છોડીને ભાજપમાં ભળેલા પરસોત્તમ સાબરીયાના સમર્થક અને હળવદ શહેર યુવા ભાજપના પ્રમુખ તપન દવે સાથે જયંતિ કાવડીયાના સમર્થકો વચ્ચે જામી પડી હતી.
કાર્યક્રમની શરૂઆત સાબરીયા વગર થઈ જતા તપનનો પારો છટક્યો હતો અને ઉગ્ર બોલાચાલી બાદ હાથપાઈ સુધીની ઘટના ઘટી હતી. જોકે હાજર કેટલાક લોકોએ મામલો શાંત કરવા પ્રયાસ કર્યો હતો.
ધારાસભ્ય પરસોતમ સાબરીયા અને પૂર્વ મંત્રી જયંતિ કવાડીયાના જૂથો સામસામે આવી જતા હોસ્પિટલમાં ઉગ્રતા વ્યાપી ગઈ હતી. જેને પગલે દર્દીઓ બહાર દોડી આવ્યા હતા અને ઝગડી રહેલા નેતાઓ ની ભવાઈ મન ભરીને માણી હતી.
સુરેન્દ્રનગરના સાંસદના કાર્યક્રમમાં ભાજપના જ બે જૂથ વચ્ચે થયેલી માથાકૂટ આખા રાજ્ય માં ભારે ચર્ચસ્પદ બની હતી.
