હાલ માં લોકડાઉન માં ગેરરીતિઓ નું પ્રમાણ વધ્યું છે અને સરકારી લાભો વચેટિયા ખાઈ જતા હોવાનો આક્ષેપ બીજેપી સાંસદે કર્યો છે અને તેની તપાસ કરવા સીએમ ને પત્ર લખ્યો છે. ભરૂચ લોકસભા બેઠકના સાંસદ મનસુખ વસાવાએ સીએમ વિજય રૂપાણને પત્ર લખીને અધિકારીઓ અને પદાધિકારીઓપર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યાં છે અને નર્મદા અને ભરૂચ જિલ્લાનીતાલુકા અને જિલ્લા પંચાયતોમાં ચાલતા ભ્રષ્ટાચારની ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે.
લોકડાઉનના સમયગાળામાં તેમને ગરબડો કરવાનું મોકળુ મેદાન મળી ગયુ હોવાની વાત તેઓએ પત્ર માં કરી છે.
ભરૂચના સાંસદ મનસુખ વસાવા એ પત્રમાં જણાવ્યું છે કે, નર્મદા અને ભરૂચ જિલ્લામાં તાલુકા અને જિલ્લા પંચાયતો બીટીપી અને કોંગ્રેસના ગઠબંધનની છે તથા ધારાસભ્યો પણ આદિવાસી વિધાનસભામાં બીટીપીના છે, જેના કારણે ગુજરાત પેટર્ન તથા અન્ય વિકાસની યોજનાઓનું અમલીકરણ તેઓ દ્વારા જ થાય છે. પરંતુ મોટાભાગના કામોમાં ખુબ જ ભ્રષ્ટાચાર થાય છે. ગુજરાત પેટર્નની યોજનાઓનો લાભ આદિવાસીઓને મળવો જોઇએ તેના બદલે અમલીકરણ અધિકારીઓ અને પદાધિકારીઓ તથા તેમના વચેટીયા લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે.
મનસુખ વસાવાએ અનેક વખત અધિકારીઓ પણ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યાં છે
ઉલ્લેખનિય છે કે લોકડાઉન માં લોકો ને અપાતા લાભો જનતા સુધી પહોંચતા નહિ હોવાની અવાર નવાર બુમરાણ ઉઠતી રહે છે અને આ માત્ર ભરૂચ જિલ્લા માં જ નહીં અન્યત્ર પણ રીતે જનતા ને લાભો મળવામાં ફરિયાદો ઉઠતી જ રહે છે ત્યારે તે વાત ને ખુદ ભાજપ ના સાંસદે જ સવાલો ઉઠાવી સાબિત કરી દીધી છે.
